Team of 18 youths from Gujarat finished Mount Friendship Expedition
  • Home
  • Travel
  • ગુજરાતના 18 યુવાનોની ટીમે માઉન્ટ ફ્રેન્ડશીપ સર કરી લહેરાવ્યો તિરંગો

ગુજરાતના 18 યુવાનોની ટીમે માઉન્ટ ફ્રેન્ડશીપ સર કરી લહેરાવ્યો તિરંગો

 | 3:30 pm IST
  • Share

  • હિમાચલના 17,346 ફુટ ઉંચા બર્ફીલા શિખર માઉન્ટ ફ્રેન્ડશીપનું કર્યું આરોહણ

  • આરોહણ પૂર્ણ કરનાર ટીમમાં 2 મહિલાઓ પણ સામેલ

  • 3 મહિના કરી તૈયારી, 5 કિલોમીટરનું રનિંગ, સામાન સાથે કરી ચઢ-ઉતરની પ્રેક્ટિસ

ગુજરાતના 18 યુવાનોની ટીમે હિમાચલના કુલ્લુ-મનાલી વિસ્તારમાં આવેલા 17,346 ફુટ ઉંચા બર્ફીલા શિખર માઉન્ટ ફ્રેન્ડશીપનું દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનનો સામનો કરીને આરોહણ પૂરું કર્યું અને તેના પર તિરંગો લહેરાવ્યો છે.

ગુજરાતના 18 સભ્યોની ટિમ અમદાવાદથી 23 સપ્ટેમ્બરના રોજ રવાના થઈ હતી, 5 દિવસના કપરાં ચઢાણ બાદ 30 સપ્ટેમ્બરની સવારે આરોહણ પૂર્ણ કર્યું હતું. આ આરોહણ પૂર્ણ કરીને 2 ઓક્ટોબરે મનાલી બેઝકેમ્પ પર પરત આવી ગયા હતા.

23 લોકોની આ ટીમનું નેતૃત્વ ઇન્વીન્સીબલ સંસ્થાના સિનિયર ઇન્સ્ટ્રકટર સાગર બુટાણીએ કર્યું હતું. 23 લોકોની ટીમમાં 4 મહિલા પર્વતારોહીઓ પણ સામેલ હતી, જેમાંથી મૌલી પટેલ અને સાક્ષી મોંગાએ આ શિખર સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. 23 લોકોની ટીમમાંથી 18 લોકોએ સફળતાપૂર્વક આરોહણ કર્યું હતું.

7 દિવસના આ એક્સપીડિશનમાં પહેલા ઇન્વીન્સીબલ એનજીઓની ટિમ પહેલા દિવસે મનાલી (6000 ફુટ) પહોંચી, બીજા દિવસે લેડીલૅંગ બેઝકેમ્પ (11800 ફુટ) સુધી પહોંચી હતી. ત્રીજા દિવસે બધો જ સામાન એડવાન્સ કેમ્પ સુધી પહોંચાડ્યો હતો. ચોથા દિવસે ટીમે જરૂરી સામાન સાથે એડવાન્સ કેમ્પ (14300 ફુટ) ચઢાણ કર્યું. પછીના દિવસે જરૂરી તૈયારીઓ કરીને છઠ્ઠા દિવસે ટિમ રાતે 1 વાગે નીકળી અને 30 સપ્ટેમ્બરના રોજ સવારે 18 લોકોએ માઉન્ટ ફ્રેન્ડશીપ શિખર (17300 ફુટ) પર તિરંગો લહેરાવ્યો હતો.

આ ટિમ છેલ્લા 3 મહિનાઓથી તૈયારીઓ કરી રહી હતી. દરરોજ 5 કિલોમીટરનું રનિંગ, સામાન સાથે ચઢ-ઉત્તરની પ્રેક્ટિસ અને યોગ પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો. ટ્રેકિંગ અને પર્વતારોહણનો અનુભવ ધરાવતા પ્રતિસ્પર્ધીઓને પસંદ કરીને વિડીયો લેક્ચર દ્વારા ટેક્નિકલ ટ્રેનિંગ આપી. કોરોનાના સમયમાં સાવચેતીપૂર્વક તમામ કાર્યો પાર પાડ્યા હતા.

આ એક્સપીડિશનનું નેતૃત્વ ઇન્વીન્સીબલ સંસ્થાના ટ્રસ્ટી સાગર બુટાણીએ કર્યું હતું. સાગર બુટાણીનું આ હિમાચલની પર્વતમાળામાં છઠ્ઠું આરોહણ હતું. ઇન્વીન્સીબલ એનજીઓ ભારતની સૌથી મોટી ટ્રેકિંગ સંસ્થા છે. આ ગુજરાતમાં માઉન્ટેનીઅરિંગને પ્રોત્સાહન આપતી સંસ્થા છે, જે દર વર્ષે જુદા-જુદા માઉન્ટેનીઅરિંગ એક્સપીડિશનનું આયોજન કરે છે. દર વર્ષે આશરે 30000 લોકો ઇન્વીન્સીબલ એનજીઓની પ્રવૃતિઓમાં ભાગ લે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો