tech news how did bitcoin originate know all the details
  • Home
  • Featured
  • શું તમે જાણો છો કે બિટકોઈન શા માટે બનાવવામાં આવ્યા હતા?

શું તમે જાણો છો કે બિટકોઈન શા માટે બનાવવામાં આવ્યા હતા?

 | 3:00 pm IST
  • Share

  • બિટકોઈન વિશ્વની સૌથી જૂની અને લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી છે

  • 2008માં નાણાકીય કટોકટી પછી ડિજિટલ ચલણનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો

Cryptocurrencies ની લોકપ્રિયતા છેલ્લા કેટલાક સમયથી ઘણી વધી છે. ઘણા લોકો તેમાં રોકાણ પણ કરતા હતા. હવે ક્રિપ્ટોકરન્સીનું મૂલ્ય સતત ઘટી રહ્યું છે. તેનું કારણ ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ (Cryptocurrency and Regulation of Official Digital Currency Bill) જણાવવામાં આવી રહ્યું છે.

આ બિલ દ્વારા સરકાર ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે. જેના કારણે ઘણા રોકાણકારો ચિંતિત છે. ભારતમાં ક્રિપ્ટોકરન્સીના ભવિષ્ય પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે ક્રિપ્ટોકરન્સીને રોકાણ માટે બનાવવામાં આવી ન હતી. ચાલો તમને જણાવીએ કે ક્રિપ્ટોકરન્સીની શરૂઆત કેવી રીતે શરૂ થઈ અને તેને બનાવવાનું કારણ શું હતું.

ક્રિપ્ટોકરન્સીનો કેવી રીતે આવી 

બિટકોઈન એ વિશ્વની સૌથી જૂની અને સૌથી લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી છે. આ કરન્સી ઘણા રોકાણકારોની પ્રથમ પસંદગી છે. દર વર્ષે રોકાણકારોનો વિશ્વાસ આ કરન્સીમાં મજબૂત થતો જાય છે. કોઈએ પણ બિટકોઈનના ક્રિયેટરને જોયો નથી. આ ડિજિટલ કરન્સી 2008માં બનાવવામાં આવી હતી.

તે વર્ષ 2009માં ઓપન સોર્સ સોફ્ટવેર તરીકે રિલીઝ કરવામાં આવી હતી. બિટકોઈન બનાવનાર એક વ્યક્તિ અથવા ગ્રુપને સાતોશી નાકામોટોના નામથી ઓળખાય છે. 2008માં Bitcoins પર એક એકેડમિક વ્હાઈટ પેપર અપલોડ કરવામાં આવ્યું હતું.

તેનું ટાઈટલ હતું Bitcoin: A Peer-to-Peer Electronic Cash System. તેના વિશે કહેવામાં આવ્યું હતું કે તે એક ડિજિટલ કરન્સી છે. આના પર કોઈ સરકારનું નિયંત્રણ નહીં હોય અને ન તો સરકાર તેમાં દખલ કરી શકે છે.

વર્ષ 2009માં, આ સોફ્ટવેર રિલીઝ કરવામાં આવ્યું અને બિટકોઈન નેટવર્ક લોન્ચ કરવામાં આવ્યું હતું. આજે આ સોફ્ટવેર ઓપન સોર્સ છે અને કોઈપણ તેને જોઈ શકે છે કે તેમાં કોન્ટ્રીબ્યુટ કરી શકે છે.

બિટકોઇન્સ ત્રણ પ્રિન્સિપલ પર કામ કરે છે. તે ડિમાંડ અને સપ્લાય, ક્રિપ્ટોગ્રાફી અને ડિસેન્ટ્રલાઈઝ્ડ નેટવર્ક પર કામ કરે છે. અત્રે નોંધનીય છે કે ડિજિટલ કરન્સીનો વિચાર 2008માં નાણાકીય કટોકટી બાદ લાવવામાં આવ્યો હતો.

બિટકોઈન એ સૌથી જૂની ક્રિપ્ટોકરન્સી છે. આ ડિજિટલ ચલણનો ઉપયોગ ગુડ્સ અને સર્વિસના એક્સચેજ વેલ્યુ માટે પણ કરવામાં આવે છે. Bitcoins કરન્સી બ્લોકચેન ટેકનોલોજી પર કામ કરે છે. મેસિવ કોમ્પ્યુટિંગ સિસ્ટમ દ્વારા તેણે માઈન અથવા પ્રોડ્યુસ કરી શકાય છે.

જો કે, આ એક ખૂબ જ ટેકનિકલ પ્રોસેસ છે અને તેમાં ઇન્ટરનેટની સાથે ભારે પાવર સપ્લાયની પણ જરૂરી છે. તેની ઊંચી કિંમતનું એક કારણ એ છે કે બિટકોઈન મર્યાદિત માત્રામાં જ ઉપલબ્ધ છે. હવે ઘણી કંપનીઓએ બિટકોઈનમાં પેમેન્ટ સ્વીકારવાનું શરૂ કરી દીધું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો