tech news how to view private or locked facebook profile
  • Home
  • Tech
  • શું ફેસબુક પર જોઈ શકાય છે લૉક્ડ અથવા પ્રાઈવેટ પ્રોફાઇલ?

શું ફેસબુક પર જોઈ શકાય છે લૉક્ડ અથવા પ્રાઈવેટ પ્રોફાઇલ?

 | 11:42 am IST
  • Share

  • ફેસબુકમાં છે એકાઉન્ટને લૉક કરવા અથવા પ્રાઈવેટ કરવાનું ફીચર

  • આ ફીચરને લીધે લૉક્ડ પ્રોફાઈલ જોઈ શકાતી નથી

Facebook એ ખૂબ જ લોકપ્રિય સોશિયલ મીડિયા નેટવર્ક છે. Facebookમાં ઘણા ફીચર્સ આપવામાં આવ્યા છે. જેમાં ફેસબુક એકાઉન્ટને લૉક કરવા અથવા પ્રાઈવેટ કરવાનું ફીચર પણ છે. આ ફીચરથી કોઈપણ યુઝર જે ફેસબુક પર તમારું મિત્ર નથી, એ તમારી પ્રોફાઇલ જોઈ શકશે નહીં.

ઘણી વખત આપણે કોઈની પ્રોફાઈલ જોવી હોય છે પરંતુ પ્રોફાઈલ લૉક હોવાને કારણે આપણે તે જોઈ શકતા નથી. એવામાં  સવાલ એ ઊભો થાય છે કે શું લૉક કરેલી પ્રોફાઇલ ફેસબુક પર જોઈ શકાય છે. જણાવી દઈએ કે એવી કોઈ ઓફિશિયલ રીત નથી કે જેના દ્વારા તમે લૉક કરેલી ફેસબુક પ્રોફાઇલ જોઈ શકો. 

પ્રોફાઈલ જોવા માટે થર્ડ પાર્ટી એપ્લિકેશનનો ઉપયોગ ટાળો 

જો કે, તમે કેટલીક ટિપ્સ ફોલો કરીને ફેસબુક પ્રોફાઇલ જોઈ શકો છો. પરંતુ આ માટે તમારે કોઈપણ થર્ડ પાર્ટી એપ્લિકેશનનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ કારણ કે તે તમને કામ આવશે નહીં.

પ્રાઈવેટ Facebook પ્રોફાઈલ જોવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે તમે જેનું ફેસબુક એકાઉન્ટ જોવા માંગો છો તેના ફ્રેન્ડ બની જાઓ. જો તમે તમારી પ્રોફાઇલથી ફ્રેન્ડ બનવા માંગતા નથી, તો તમે બીજી પ્રોફાઇલ બનાવી શકો છો. જોકે, ફેસબુક પર ફેક પ્રોફાઈલ બનાવવી ખોટું છે.

ફેસબુક પર પ્રોફાઈલ જોવી પહેલા આટલું મુશ્કેલ ન હતું. તમે કોઈ પણ પ્રોફાઇલ ખોલીને સીધી પ્રોફાઇલ જોઈ શકતા હતા. પરંતુ નવા પ્રાઈવસી સેટિંગ બાદ યુઝર્સને લૉકનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. લૉક કરેલી પ્રોફાઇલના ફોટા જોવા માટે તમે સર્ચ બારમાં Photos of <Name> સર્ચ કરી શકો છો.

ફેસબુક તમને તમામ સંભવિત ફોટો બતાવવાનો પ્રયાસ કરશે. એટલે કે ફેસબુક પર લૉક કરેલી પ્રોફાઇલ જોવી સરળ નથી. આ માટે, તમારે કોઈને પૈસા આપવાનું અથવા થર્ડ પાર્ટી એપ્સ વાપરવાનું ટાળવું જોઈએ. ઘણી સાઇટ્સ લૉક કરેલી પ્રોફાઇલ્સ બતાવવાનો દાવો કરે છે પરંતુ તે કામ કરતી નથી. કોઈપણ સાઇટ પર ફેસબુક લોગ ઈન ડિટેલ આપવાનું ટાળો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો