• ઇ વેસ્ટ ઘટડાવા વિચારી રહી છે સરકાર
  • એક દેશ એક ચાર્જર અંગે વિચારી રહી છે સરકાર
  • ટેબ્લેટ, લેપટોપ અને મોબાઇલમાં રહેશે એક જ ચાર્જર

યુરોપિયન યુનિયનની જેમ ભારતમાં પણ એક ચાર્જરનો નિયમ લાગુ થઈ શકે છે. મળતા અહેવાલો મુજબ સરકાર કોમન ચાર્જિંગ પોર્ટના નિયમને લાગુ કરવા વિચારી રહી છે. આ નિયમ લાગુ થયા બાદ તમામ સ્માર્ટફોન અને ટેબલેટ માટે માત્ર એક જ ચાર્જિંગ પોર્ટની જરૂર પડશે.

ટાઇપ સી ચાર્જિંગ પોઇન્ટ કોમન કરી શકે 
સરકાર ટાઇપ-સી ચાર્જિંગ પોર્ટને કોમન બનાવી શકે છે. યુરોપિયન યુનિયને વર્ષ 2022માં આ નિયમ પસાર કર્યો હતો ત્યારપછી Appleને પણ iPhoneમાં Type-C ચાર્જિંગ પોર્ટ આપવુ પડ્યુ હતું. જો કે આ મામલે સરકાર વર્ષના અંત સુધીમાં આ અંગે જાહેરાત કરી શકે છે.

ઇ વેસ્ટ ઘટાડવાનો પ્રયાસ
સરકાર ઈ-વેસ્ટ ઘટાડવા માટે આ પગલાં લેવા જઇ રહી છે. આ નિયમ બાદ યુઝર્સ તેમના તમામ સ્માર્ટફોન અને ટેબલેટને એક જ ચાર્જરથી ચાર્જ કરી શકશે. જો અહેવાલોનું માનીએ તો સરકાર આગામી દિવસોમાં લેપટોપ માટે પણ ટાઇપ-સી ચાર્જિંગ પોર્ટ ફરજિયાત બનાવી શકે છે.

ક્યારે લાગુ થઇ શકે છે નિયમ
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય ઈચ્છે છે કે ઉત્પાદકો ટેબલેટ, સ્માર્ટફોન અને લેપટોપ માટે સમાન ચાર્જિંગ પોર્ટનો ઉપયોગ કરે. આ નિયમ લેપટોપ માટે 2026માં લાગુ કરવામાં આવશે, જ્યારે સ્માર્ટફોન અને ટેબલેટ માટે તેને જૂન 2025માં લાગુ કરી શકાશે.

તારીખો થશે જાહેર
અગાઉ વર્ષ 2022માં સરકારે આ અંગે વિચારણા શરૂ કરી હતી. ત્યારે એક દેશ એક ચાર્જર અંગે પણ બેઠક યોજાઈ હતી. ભારત ટૂંક સમયમાં તેના નવા નિયમોની જાહેરાત કરી શકે છે. જો કે આ મામલે કોઈ નિશ્ચિત તારીખ જાહેર કરવામાં આવી નથી.

  • Follow us on: