જો તમે એક્સ એટલે કે ટ્વિટરનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ઘણા મોટા અને ઉપયોગી સાબિત થઈ શકે છે. જ્યારથી વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને એક્સના માલિક એલોન મસ્ક એ વિશ્વની આ સૌથી લોકપ્રિય માઈક્રો બ્લોગિંગ વેબસાઈટનો હવાલો સંભાળ્યો છે, ત્યારથી તેઓ સતત રસપ્રદ ફેરફારો કરી રહ્યા છે. આ વખતે પણ મસ્કના પ્લેટફોર્મમાં એક રસપ્રદ ફેરફાર કરવામાં આવ્યો છે.
એલોન મસ્કની એક્સની નવી ફીચર
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ એ તેના યુઝર માટે એક મહત્વપૂર્ણ અપડેટ લોન્ચ કર્યું છે, જેથી બ્લોકિંગ સુવિધાઓને ઘટાડી શકાય. આ નવા અપડેટ સાથે જો યુઝર્સે તેમની કોઈપણ પોસ્ટને પબ્લિક સેટિંગ્સમાં સેટ કરી છે, તો તે પોસ્ટ તે લોકો પણ જોઈ શકશે જેમને તેને બ્લોક કર્યા છે. પરંતુ તમે જે યુઝરને એક્સ પર બ્લોક કરો છો તેઓ તમારી પબ્લિક પોસ્ટ્સમાંથી એન્ગેજમેન્ટ જોઈ શકશે નહીં. પોસ્ટની એન્ગેજમેન્ટ એટલે પોસ્ટની લાઈક, રિપ્લાય, રીપોસ્ટ વગેરે.
આ સમાચાર એક્સ ની એન્જિનિયરિંગ ટીમે પોતાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ દ્વારા એક પોસ્ટમાં આપ્યા છે. આ સિવાય જો તમે એક્સ પર પબ્લિક પોસ્ટ કરશો તો પણ તમારી સ્ક્રીન પર એક પોપ અપ નોટિફિકેશન દેખાશે, જેના દ્વારા યુઝર્સને આ નવા ફીચર વિશે જાણકારી આપવામાં આવી રહી છે.
શું છે આ સુવિધાના ફાયદા?
બ્લોક યુઝર્સ હજુ પણ તેમને બ્લોક કરનાર યુઝર્સની પબ્લિક પોસ્ટ્સ જોઈ શકશે.
બ્લોક યુઝર્સને હવે તેમને જે યુઝરે બ્લોક કર્યો છે, તેના દ્વારા કરવામાં આવેલ દુરુપયોગ જોવા અને રિપોર્ટ કરવાની મંજૂરી આપવામાં આવશે.
પરંતુ યુઝર્સ હજી પણ 'Protected Posts' ફીચરનો ઉપયોગ કરી શકે છે જેથી તમારી પોસ્ટ કોણ જોઈ શકે અને કોણ ન જોઈ શકે. આ ફીચરનો ઉપયોગ કર્યા પછી, ફક્ત તમારા ફોલોઅર્સ જ તમારી પોસ્ટ જોઈ શકશે.