• સાયબર ઠગે ટ્રાઈના નામથી લોકોને છેતરવાનું કર્યું શરુ
  • સો. મીડિયામાં TRAIને લઈને મેસેજ કર્યો વાયરલ
  • 3 મહિના માટે ફ્રી રિચાર્જનો મેસેજ ખોટો છે

સાયબર ઠગ્સ નિર્દોષ લોકોને શિકાર બનાવવા માટે એક નવી રીત લઈને આવ્યા છે. જેમાં તેઓ નકલી મેસેજ મોકલી રહ્યા છે. જેમાં કહેવાય છે કે TRAI 3 મહિનાનું ફ્રી રિચાર્જ આપી રહ્યું છે. સો.મીડિયામાં વાયરલ આ મેસેજને PIB ફેક્ટમાં તપાસવામાં આવ્યો છે. આ પછી તમામ લોકોને આ પ્રકારના મેસેજથી સાવચેત રહેવા અને તેમાં રહેલી લિંક પર ક્લિક ન કરવા જણાવ્યું છે.તો તમે પણ આ ફેક મેસેજથી સાવધાન રહો.

ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈના નામનો ઉપયોગ કર્યો

જેમાં ટેલિકોમ રેગ્યુલેટર એજન્સી ટ્રાઈના નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવે છે કે ટ્રાઈ 3 મહિનાનું ફ્રી રિચાર્જ આપી રહી છે, જે એટલા માટે આપવામાં આવી રહ્યું છે કારણ કે રિચાર્જ પ્લાન તાજેતરમાં મોંઘા થઈ ગયા છે. PIB ફેક્ટ ચેકે X પ્લેટફોર્મ (જૂનું નામ ટ્વિટર) પર પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં તેણે એક મેસેજ વિશે માહિતી આપી છે. તો જાણો ફેક્ટ ચેકમાં શું આવ્યું સામે.

 

3 મહિના માટે ફ્રી રિચાર્જનો મેસેજ ખોટો છે

આ ફેક મેસેજમાં કહેવામાં આવ્યું છે કે 3 મહિના માટે ફ્રી રિચાર્જ, તમને 200GB સુપર ફાસ્ટ 4G/5G ડેટા મળશે, આ સાથે તમને અનલિમિટેડ કૉલિંગનો લાભ પણ મળશે. આ ઓફર 31મી જુલાઈ સુધી માન્ય છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ મેસેજ સંપૂર્ણપણે ફેક છે.

PIB ફેક્ટ ચેકે વિગતો આપી

PIB ફેક્ટ ચેકે પોતાની પોસ્ટમાં કહ્યું કે આ ફેક મેસેજથી સાવધાન રહો. ટ્રાઈ દ્વારા કોઈ ફ્રી રિચાર્જ આપવામાં આવી રહ્યું નથી. સામાન્ય રીતે આવા સંદેશાઓમાં એક લિંક હોય છે, જેને ક્લિક કરવાનું કહેવામાં આવે છે. અને પછી લોકોને સાયબર હેકિંગનો શિકાર બનાવવામાં આવે છે.

સાયબર ઠગનો બનશો શિકાર

જ્યારે કોઈ યૂઝર્સ આ પ્રકારની લિંક પર ક્લિક કરે છે ત્યારે તે તરત જ સાયબર ફ્રોડનો શિકાર બની જાય છે. આ પછી તમારા ફોનમાંથી સંવેદનશીલ ડેટા ચોરાઈ જાય છે. માટે આવા સંદેશાઓથી સાવધાન રહેવાની જરૂર છે.

Disclaimer: આ લેખ વાચકોની વધારે જાણકારી માટે મૂકવામાં આવ્યો છે. સંદેશ ન્યૂઝ આ પ્રકારના કોઈ સમાચારની પુષ્ટિ કરતું નથી. 

  • Follow us on: