• સામાન્ય રીતે રેફ્રિજરેટર 10થી 15 વર્ષ સુધી ટકી શકે

  • રેફ્રિજરેટરની ગુણવત્તા, બ્રાન્ડ અને જાળવણી પર આધાર
  • રેફ્રિજરેટરને 10થી 12 વર્ષની વચ્ચે બદલવું જોઈએ

ફ્રિજની જરૂર દરેક ઘરમાં હોય છે અને લોકો ફ્રિજ ખરીદ્યા બાદ એક જ ફ્રિજ 15થી 20 વર્ષ સુધી એક જ ફ્રીજ ચલાવતા રહે છે. લાંબા સમય સુધી એક જ ફ્રિજનો ઉપયોગ નુકશાનકારક છે. તેથી જો ફ્રિજ વધુ જૂનું થઈ જાય તો કોઈ દિવસ ફ્રિજ બ્લાસ્ટ કરી શકે છે

આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે ફ્રિજ લાઇફ સ્પાન શું છે અને તમે તેને ખરીદ્યા પછી કેટલા વર્ષ સુધી ફ્રિજનો ઉપયોગ કરી શકો છો. રેફ્રિજરેટરનું આયુષ્ય કે જે પછી તેને બદલવું જોઈએ તે ઘણી બાબતો પર આધાર રાખે છે જેમ કે રેફ્રિજરેટરની ગુણવત્તા, બ્રાન્ડ અને જાળવણી.

રેફ્રિજરેટર 10થી 15 વર્ષ સુધી ટકી શકે

સામાન્ય રીતે રેફ્રિજરેટર 10થી 15 વર્ષ સુધી ટકી શકે છે પરંતુ સલામતીને ધ્યાનમાં રાખીને, રેફ્રિજરેટરને 10થી 12 વર્ષની વચ્ચે બદલવું જોઈએ. જો તમારું રેફ્રિજરેટર 10 વર્ષથી વધુ જૂનું છે તો તેનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહો કારણ કે કોમ્પ્રેસર અને અન્ય ઇલેક્ટ્રિકલ ભાગોને નુકસાન થવાની સંભાવના વધી જાય છે જે શોર્ટ સર્કિટ અથવા વિસ્ફોટનું જોખમ વધારી શકે છે.

આ સિવાય ગુણવત્તા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે બ્રાન્ડેડ કંપનીઓના રેફ્રિજરેટર સામાન્ય રીતે સ્થાનિક બ્રાન્ડ કરતાં વધુ સમય સુધી ચાલે છે. આ સિવાય રેફ્રિજરેટરની યોગ્ય રીતે જાળવણી કરવી પણ જરૂરી છે. ફ્રિજને નિયમિતપણે સર્વિસ કરાવો અને ફ્રીજને ડિફ્રોસ્ટ કરતા રહો તો તમારું ફ્રિજ તમને લાંબા સમય સુધી સાથ આપશે.

વીજળીનો વપરાશ

નવી ટેક્નોલોજીવાળા રેફ્રિજરેટર્સની તુલનામાં 15 કે 20 વર્ષ જૂના રેફ્રિજરેટર્સ વધુ વીજળીનો વપરાશ કરવાનું શરૂ કરે છે.

ઠંડક

જો ફ્રિજના કેટલાક ભાગો સારી રીતે કામ કરી રહ્યા છે પરંતુ કેટલાક ભાગો યોગ્ય રીતે ઠંડુ નથી કરી રહ્યા અને જો તમારું ફ્રિજ 15 અથવા 20 વર્ષથી વધુ જૂનું છે, તો તેનો અર્થ એ છે કે ફ્રિજ બદલવાનો સમય આવી ગયો છે.

વારંવાર ખરાબ થવું

જો ફ્રીજનું કોમ્પ્રેસર અને ગેસ લીકેજ જેવી વસ્તુઓ વારંવાર તુટી રહી હોય તો આ સ્થિતિમાં રિપેરિંગનો ખર્ચ નવો ફ્રિજ ખરીદવા કરતાં વધુ હોઈ શકે છે.


  • Follow us on: