કંપનીના બ્લોગપોસ્ટના જણાવ્યા પ્રમાણે Google Meet પર કોન્ફરન્સિંગ દરમિયાન વેબ યૂઝર્સને ક્વિક એક્સેસ મેનુ મળશે, જ્યાંથી તેઓ વીડિયોમાં ઇફેક્ટ્સ એડ કર્યા ઉપરાંત બેકગ્રાઉન્ડને પણ સરળતાથી બદલી શકશે. સાથે જ યૂઝર્સ ઓનગોઇંગ વીડિયો કૉલમાં ફિલ્ટર પણ એડ કરી શકશે. તદુપરાંત યૂઝર્સને ઇમેજને રિફ્રેમ કરવાની સાથેસાથે મિનીમાઇઝ અને ઝૂમ કરવાની પણ સુવિધા મળશે. અલબત્ત, આ તમામ ફીચર યૂઝર્સને વધુ આકર્ષનારાં છે!
કયા યૂઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવ્યું ફીચર
ગૂગલના જણાવ્યા પ્રમાણે આ નવી સુવિધાને ગૂગલ વofસ્પેસ બિઝનેસ સ્ટાન્ડર્ડ, બિઝનેસ પ્લસ, એન્ટરપ્રાઇઝ સ્ટાર્ટર, એસેન્શિયલ્સ, સ્ટાન્ડર્ડ, પ્લસ, એજ્યુકેશન પ્લસ અને વofસ્પેસના યૂઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવ્યું છે. આ સિવાય ક્વિક એક્શન મેનુ ગૂગલ વન સબ્સક્રાઇબર્સને પણ આ સુવિધા મળશે. નોંધનીય છે કે આ ફીચર્સ મોબાઇલ યૂઝર્સ માટે પ્રસ્તુત નથી, પરંતુ અંદાજ લગાવવામાં આવે છે આ સુવિધા નજીકના ભવિષ્યમાં જ દુનિયાભરના યૂઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવશે.
વીડિયો ફીડ બંધ કરવાની સુવિધા
Google Meetમાં ક્વિક એક્શન મેનુ સિવાય વીડિયો ફીડ બંધ કરવાની સુવિધા મળશે. જેનાથી ફાયદો એ થશે કે યૂઝર્સ સંપૂર્ણ ધ્યાનની સાથે વીડિયો કૉલ એટેન્ડ કરી શકશે. એક રીતે આ સુવિધાથી મિટિંગ દરમિયાન યૂઝર્સનું ધ્યાન ડિસ્ટ્રિક્ટિંગ વીડિયો ફીડથી પણ નહીં ભટકે!
મુખ્ય કામનાં બે ફીચર
Google Meetમાં આ વર્ષની શરૂઆતમાં જ બે ખાસ ફીચર કન્ટેન્ટ શૅર અને એટેચ લિંકને એડ કરવામાં આવ્યાં હતાં. જો સૌથી પહેલાં કન્ટેન્ટ શૅરની સુવિધાની વાત કરીએ તો, આ કન્ટેન્ટ શેરમાં યૂઝર્સ ઓનલાઇન મિટિંગ દરમિયાન કન્ટેન્ટ શૅર કરી શકે છે, જે મિટિંગ લેવાવાળા તમામ સદસ્યોને જોવા મળી શકશે. આ તરફ શૅર કરવામાં આવેલું કન્ટેન્ટ યૂઝર્સને નોટિફિકેશન દ્વારા મળી જશે. જ્યારે બીજા ફીચરની વાત કરીએ તો આ ફીચરે કેલેન્ડરની સાથે અટેચ લિંકને શૅર કરવાનું વધુ સરળ બનાવી દીધું છે. આ બે ફીચર સિવાય પણ Google Meetના પ્લેટફોર્મ પર ઈમોજી અને 360 ડિગ્રીવાળું વર્ચ્યુઅલ બેકગ્રાઉન્ડને પણ જોડવામાં આવ્યું છે. જેનો ઉપયોગ યૂઝર્સ ઓનલાઇન મિટિંગ દરમિયાન સરળતાથી કરી શકે છે. કંપનીએ બેકગ્રાઉન્ડ રિલીઝ કરતા સમયે જણાવ્યું હતું કે, આ બેકગ્રાઉન્ડ ખૂબ જ ઉપયોગી છે અને યૂઝર્સ તેના દ્વારા વગર ડિસ્ટ્રૅક્ટેડ થયે સંપૂર્ણ ફોકસ સાથે મિટિંગ એટેન્ડ કરી શકશે.
Google Searchમાં આવ્યું 'Perspective' ફિલ્ટર, રિઝલ્ટમાં મળશે રિટર્ન બ્લોગ, ઇમેજ અને વીડિયો!
ગૂગલે I/O 2023 ઈવેન્ટમાં Perspective ફિલ્ટર લૉન્ચ કર્યું હતું. અલબત્ત, ગૂગલે સર્ચ માટે Perspective ફિલ્ટર રોલઆઉટ કરવાનું શરૂ કરી દીધું છે. હવે યૂઝર્સને રિઝલ્ટમાં ક્રિએટરના રિટર્ન બ્લોગથી લઇને વીડિયો ઇમેજ પણ જોવા મળશે. આ સુવિધાથી યૂઝર્સને પ્લેટફોર્મ પર તે જાણકારી મળશે, જેનાથી લોકોએ અલગ અલગ ફોરમ અને સોશિયલ મીડિયા સાઇડ પર પોસ્ટ કર્યું છે. આ ફીચર યૂઝર્સને ઈમેજ અને મેપ ટેબની પાસે જોવા મળશે.
Perspective ફિલ્ટર શું છે?
ગૂગલે તેના બ્લોગપોસ્ટમાં જણાવ્યું છે કે, આ ફિલ્ટરને ગૂગલ સર્ચ રિઝલ્ટમાં હ્યુમન એન્ગલ આપ્યો છે. જેમાં યૂઝર્સને રિઝલ્ટના સ્વરૂપે ટોપ ક્રિએટર્સ દ્વારા લખવામાં આવેલી પોસ્ટની સાથે સાથે નાનામોટા વીડિયો અને ઇમેજ જોવા મળશે. યૂઝર્સ આ ટેબમાં યુ-ટયૂબ શોટ્ર્સ અને ટિક-ટોક જેવી રીલ્સ પણ જોઇ શકશે. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે યૂઝર્સને દરેક પોસ્ટની નીચે તેના ક્રિએટરનો
પ્રોફાઇલ ફોટો જ નહીં પરંતુ તેની સાથે તેનું નામ અને કન્ટેન્ટથી જોડાયેલી મોટાભાગની માહિતી પણ મળી જશે. ગૂગલના જણાવ્યા પ્રમાણે આ ફિલ્ટરનું યૂઝર ઈન્ટરફેસ ખૂબ જ સરળ છે અને યૂઝર્સની સુવિધા માટે સ્ક્રોલેબલ ફીડનો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. કંપનીએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે આ સર્ચ ફિલ્ટર યૂઝર્સને વધુ કામમાં આવશે. આ ફીચર વ્યક્તિગત કે વિશેષજ્ઞ દૃષ્ટિકોણથી બનાવેલા કન્ટેન્ટને સમજીને તેને રેન્ક આપે છે, જેનાથી સાચી જાણકારી વધુ ને વધુ યૂઝર્સ સુધી પહોંચી શકે. કંપનીના જણાવ્યા પ્રમાણે Perspective ફિલ્ટરને રોલઆઉટ કરી દેવામાં આવ્યું છે. હાલમાં આ ફીચર પસંદગીના કેટલાક યૂઝર્સ માટે જ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં જ આ ફીચરનો સપોર્ટ બધા યૂઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવશે.