ગૂગલે Gmail માટે નવું યૂઝર ઇન્ટરફેસ ફેબ્રુઆરી માસમાં પ્રસ્તુત કર્યું હતું. જેમાં Material You સ્ટાઇલિંગ ઇફેક્ટ્સ પર સૌથી વધુ ફોકસ કરવામાં આવ્યું હતું અને હવે કંપની તેને તમામ યૂઝર્સ માટે પ્રસ્તુત કરી રહી છે એટલે કે જો તમે નહીં ઇચ્છો તો પણ નવો વ્યૂ Gmail ડિફોલ્ટ સેટિંગમાં રહેશે. નવા Gmail યૂઝર ઇન્ટરફેસમાં તમને અપડેટેડ UI કલેક્ટ બટન્સ Mail, Meet, Spaces અને Chat માટે એક લિસ્ટમાં મળશે અને આ બટન્સ તમને ટોપ લેફ્ટમાં જ નજરે જોવા મળશે. પહેલા લિસ્ટમાં સામેલ તમામ એકથી એક કન્વર્સેશન દેખાડવામાં આવતાં હતાં. જોકે, અત્યારે પણ તેને સરળતાથી એક્સેસ કરી શકાય છે. નવા ઇન્ટરફેસથી તમામ વસ્તુઓ એક સાથે સ્ક્રીન પર નહીં જોવા મળે. તેનાથી તમે કોઇપણ સેક્શનના કોઇપણ કન્વર્સેશનમાં ક્વિક્લી જમ્પ કરી શકો છો. યૂઝર્સ જ્યારે માઉસને આઇકન પર રાખશે તો તે લિસ્ટ પોપઆઉટ થશે અને યૂઝર્સ જો કોમ્યુનિકેશનનું માત્ર એક પર્ટિક્યુલર ફોર્મ સ્ક્રીન પર ઇચ્છે છે તો તેને પણ સરળતાથી કરી શકાશે. જો યૂઝર્સ ઇચ્છશે તો તે તેના જૂના લૂકમાં સ્વિચ કરી શકશે. ગૂગલે જણાવ્યું છે કે આ એક્સટેન્ડેડ રોલ આઉટ છે. જેથી Gmail ઇન્ટરફેસને ચેન્જ થવામાં હજી થોડો સમય લાગી શકે છે.

Tech Industry માં મંદીનું વાવાઝોડું, 56,000 ભારતીય પ્રોફેશનલ્સ નોકરીની શોધમાં









