જો ગૂગલમાં કામ કરવાનું તમારું સપનું હોય તો તમારા માટે એક સુવર્ણ તક છે, ગૂગલે ખાસ ઈન્ટર્નશીપ પ્રોગ્રામ માટે અરજીઓ સ્વીકારવાનું શરુ કર્યું છે, તો અહીં વિગતો વાંચો.
ગૂગલ એક એવી કંપની છે જેમાં કામ કરવું એ લાખો લોકોનું સ્વપ્ન છે. ઘણા બાળકો આ કંપનીનો ભાગ બનવા માટે દિવસ-રાત મહેનત કરે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ એકવાર ગૂગલમાં કામ કરવાનો અનુભવ મેળવવા માગતા હોવ તો તમને જણાવી દઈએ કે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે ગૂગલ તરફથી એક ખાસ ઈન્ટર્નશિપ ઓફર છે. ગૂગલે 2025 માટે સોફ્ટવેર એન્જીનિયરિંગ વિન્ટર ઈન્ટર્ન પ્રોગ્રામ શરૂ કરવાનું નક્કી કર્યું છે, જેના માટે તેમણે તેમની ઓફિશિયલ સાઈટ પર નોટિફિકેશન જારી કરીને અરજીઓ આમંત્રિત કરી છે, તેથી જો તમે પણ આ અદભુત ઈન્ટર્નશિપ પ્રોગ્રામનો ભાગ બનવા માગતા હો, તો આ રીતે કરો એપ્લાય.
ગૂગલ ઇન્ટર્નશિપ માટે લાયકાત શું છે?
Google ની આ ઇન્ટર્નશિપ માટે અરજી કરવા માટે, ઉમેદવારો માટે કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગની ડિગ્રી હોવી ફરજિયાત છે, જો કે, જો તમે અંતિમ વર્ષમાં પણ હોવ તો તમે તેના માટે અરજી કરી શકો છો. ઉપરાંત, ઉમેદવારોને C, C++, JAVA, Python જેવી પ્રોગ્રામિંગ ભાષાઓનો અનુભવ હોવો જોઈએ. તમને આ ભરતી સંબંધિત વિગતવાર માહિતી ગૂગલની સત્તાવાર વેબસાઇટ પર મળશે.
ગૂગલમાં ઇન્ટર્નશિપ માટે કેવી રીતે અરજી કરવી?
- સૌથી પહેલા ગૂગલના ઓફિશિયલ વેબ પોર્ટલ પર જાઓ.
- અરજી વિભાગ પર જાઓ અને ઇન્ટર્નશિપ લિંક શોધો અને તેના પર ક્લિક કરો.
- તમને એક અરજી ફોર્મ મળશે, તેમાં તમારી માહિતી યોગ્ય રીતે ભરો.
- અરજી ફોર્મ ભર્યા પછી, કૃપા કરીને તમારું CV જોડો.
આ ઇન્ટર્નશીપ કયા શહેરોમાં થશે?
ગુગલની આ ઈન્ટર્નશીપમાં જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે તેમને બેંગલુરુ, હૈદરાબાદ, તેલંગાણા અથવા કર્ણાટકની ગૂગલ ઓફિસમાં ઈન્ટર્નશીપ કરવાની તક મળશે, જો કે પસંદ થયેલ ઉમેદવારો તેમની પસંદગી મુજબ સ્થાન પસંદ કરી શકશે.