• 5G સેવાઓ માટે મોબાઈલ સેટિંગમાં જઈને નેટવર્ક કરો ઓન
  • એરટેલે 8 શહેરોમાં શરૂ કરી છે 5G સેવાઓ
  • જિયો 4 શહેરોમાં ઓન ઈનવિટેશન આપી રહ્યું છે સેવા

ભારતમાં એક ઓક્ટોબરથી 5જી સેવાઓ લોન્ચ થઈ છે. એરટેલે સૌથી પહેલા દેશના 8 શહેરોમાં 5જી સેવાઓ શરૂ કરી છે. રિલાયન્સ જિયોએ દશેરાથી દેશના 4 શહેરોમાં 5જી સેવાઓનું બીટા ટ્રાયલ શરૂ કર્યું છે. જિયો 5જીની બીટા ટ્રાયલ સેવાઓ દિલ્હી, મુંહઈ, કોલકત્તા, વારાણસી માટે મળવાની શરૂ થઈ છે. જિયોની આ સેવા ઓન ઈનવિટેશન છે. હાલમાં જિયો યૂઝક્સમાં કેટલાક આ સેવાનો ઉપયોગ કરે તે માટે ઈનવાઈટ મોકલાયું છે. ધીરે ધીરે એરટેલ અને જિયો પોતાની સેવાઓનો વિસ્તાર કરશે. જો તમે આ 4 શહેરોમાં રહો છો તો તમે 5જી સેવાનો આનંદ લઈ શકો છો. 5જીની સ્પીડ એટલી ફાસ્ટ છે કે તમે થોડી સેકંડ્સમાં જ એચડી ક્વોલિટીની મૂવી ડાઉનલોડ કરી શકો છો. 5જી સેવાનો આનંદ લેવા માટે તમારી પાસે 5જી ફોન હોય તે જરૂરી છે. આ માટે મોબાઈલના સેટિંગમાં જઈને 5જી નેટવર્ક ઓન કરવાનું રહેશે. અલગ અલગ બ્રાન્ડના ફોનમાં આ પ્રોસેસ અલગ હોય છે. તો જાણો કેવી રીતે કરશો સેટિંગ્સ.

સેમસંગ

જો તમારી પાસે સેમસંગનો ફોન છે તો તમે Settings પર જાઓ, હવે Connections પર ટેપ કરો. આ પછી Mobile networks પર ટેપ કરો. પછી Network mode પર ટેપ કરો. હવે અહીં 5G/LTE/3G/2G (auto connect) ને પસંદ કરો.

વન પ્લસ મોબાઈલ

મોબાઈલના સેટિંગ્સમાં જાઓ. હવે Wi-Fi & networks પર જાઓ. આ પછી SIM & network પર ક્લિક કરો. હવે Preferred network type પર ટેપ કરો. આ પછી 2G/3G/4G/5G (automatic)ને પસંદ કરો.

ગૂગલ પિક્સલ/ સ્ટોર એન્ડ્રોઈડ ફોન્સ

ફોનના સેટિંગ્સમાં જાઓ. Network & Internet પર ટેપ કરો. હવે SIMs પર ટેપ કરો. હવે Preferred network type પર ટેપ કરો. આ પછી અહીં 5જીની પસંદ કરો.

વીવો/ આઈક્યૂ

ફોનના સેટિંગ્સમાં જાઓ. SIM 1 કે SIM 2 પર ટેપ કરો. Mobile network પર ક્લિક કરો. Network Mode પર જાઓ. હવે અહીં 5G modeને પસંદ કરો.

રિયલમી

ફોનના સેટિંગ્સમાં જાઓ. Connection & Sharing પર ક્લિક કરો. SIM 1 કે SIM 2 પર ટેપ કરો. Preferred network typeપર ક્લિક કરો. અહીં 2G/3G/4G/5G (automatic) ને પસંદ કરો.

શાઓમી

મોબાઈલના સેટિંગને ઓપન કરો. SIM card અને mobile networksપર જાઓ. Preferred network type પર ક્લિક કરો. અહીં 5Gને પસંદ કરો.

ઓપ્પો

ફોનના Settingsમાં જાઓ. હવે Connection & Sharing પર ટેપ કરો. SIM 1 કે SIM 2 પર ટેપ કરો. હવે Preferred network type પર ક્લિક કરો. હવે 2G/3G/4G/5G (automatic)ને પસંદ કરો.

  • Follow us on: