એપલના ફોનને લઇને લોકોમાં એક અનેરો ક્રેઝ જોવા મળી રહ્યો છે. એપલ પણ એક બાદ એક નવી સિરિઝ લોન્ચ કરી રહ્યુ છે. ત્યારે હાલમાં એપલે આઇફોન 16 સિરિઝ લોન્ચ કરી છે. ત્યારે આઇફોન પ્રેમીઓ આઇફોન 16 સિરિઝ માટે બુકિંગની રાહ જોઇ રહ્યા છે. આઇફોન પ્રેમીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે કારણ કે આઇફોન સિરિઝનું પ્રિ બુકીંગ આજથી શરૂ થવાનું છે. ત્યારે આવો જાણીએ કેટલા વાગે શરૂ થશે બુકિંગ અને ક્યાંથી કરી શકશો બુક.
કેટલા વાગે શરૂ થશે બુકિંગ ?
બુકિંગ આજે સાંજે 5.30 કલાકે શરૂ થઇ જશે. જે એપલની ઓફિશિયલ સાઇટ અથવા અન્ય ઇ કોમર્સ પ્લેટફોર્મ ડેવી કે ફ્લિપકાર્ટ અને એમેઝોન પરથી બુકિંગ કરી શકશો. આ ઉપરાંત ઓફલાઇન પણ એપલના સત્તાવાર સ્ટોર પરથી નવી સિરિઝનું બુકિંગ કરી શકાય છે.
ભારતમાં iPhone 16ની જાણો શું છે કિંમત
- 128GB 79,900 રૂપિયા
- 256GB 89,900 રૂપિયા
- 512GB 1,09,900 રૂપિયા
ભારતમાં iPhone 16 Plusની કિંમત
- 128GB વેરિએન્ટને રૂ. 89,900
- 256GB વેરિયન્ટને રૂ. 99,900
- 512GB વેરિએન્ટને રૂ. 1,19,900
ભારતમાં iPhone 16 Proની કિંમત
- 128GB વેરિઅન્ટ 1,19,900 રૂપિયા
- 256GB વેરિઅન્ટ 1,29,990 રૂપિયા
- 512GB વેરિઅન્ટ 1,49,900 રૂપિયા
- 1 TB વેરિઅન્ટ 1,69,900 રૂપિયા
ભારતમાં iPhone 16 Pro Maxની કિંમત
- iPhone 16 સિરીઝમાં આ મોડલ સૌથી મોંઘું છે.
- 256 GB વેરિયન્ટ 1,44,900 રૂપિયા
- 512 GB વેરિયન્ટ 1,64,900 રૂપિયા
- ટોપ 1 TB વેરિઅન્ટ 1 લાખ 84 હજાર 900 રૂપિયા
કંપની આપી રહી છે કેશબેક ??
મળતી માહિતી મુજબ એવી માહિતી પણ મળી છે કે કંપની ગ્રાહકોને જૂનો ફોન એક્સચેન્જ કરીને 4 હજારથી 67.500 સુધીની એક્સચેન્જ વેલ્યુ આપી રહી છે. આ ઉપરાંત કેટલીક બેંકોના કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા પર પણ કેશબેકની ઓફર આપી રહી છે. જો કે આ માટે સત્તાવાર વેબસાઇટ પરથી તમે વધુ વિગતો જાણી શકો છો.