• વોટ્સએપ પર વેરિફિકેશન ટીકમાં ફેરફાર
  • મેટા એપ્સ પર વેરિફિકેશન સાઇન એકસરખા થશે
  • કેટલાક વપરાશકર્તાઓ ફેરફારનું પરીક્ષણ કર્યું

ભારતમાં કરોડો લોકો WhatsAppનો ઉપયોગ કરે છે. ઘણી કંપનીઓ તેમના ગ્રાહકો સાથે વાતચીત કરવા માટે પણ WhatsAppનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે, McDonald's જેવા ફૂડ આઉટલેટ્સ તમને માત્ર WhatsApp પર ઓર્ડર આપવા દે છે. અત્યાર સુધી, તમે આ કંપનીઓને તેમના નામની બાજુમાં લીલી ટિક દ્વારા ઓળખી શકો છો. પરંતુ આ ટૂંક સમયમાં જ હવે બદલાઈ જશે.

તમામ મેટા એપ્સ પર વેરિફિકેશન સાઇન એકસરખા

WABetaInfoના અહેવાલ અનુસાર, WhatsApp ટૂંક સમયમાં એક નવું અપડેટ લાવી રહ્યું છે. આ અપડેટમાં કંપનીઓને મળેલી ગ્રીન ટિક હવે બ્લૂ ટીકમાં ફેરવાય જશે. આ બ્લુ ટિક તે તમામ કંપનીઓ માટે ઉપલબ્ધ હશે જેનું વોટ્સએપ પર વેરિફિકેશન કરવામાં આવ્યું છે. આ ફેરફાર એટલા માટે કરવામાં આવી રહ્યો છે કે જેથી તમામ મેટા એપ્સ પર વેરિફિકેશન સાઇન એકસરખા રહી શકે.

લીલી ટિક હવે બ્લુ ટિક દ્વારા બદલવામાં આવશે

Facebook અને Instagram પર તો બ્લુ ટિક ઉપલબ્ધ છે પરંતુ વોટ્સએપમાં ગ્રીન ટીક મળતી હોય છે. WhatsApp હાલમાં કેટલાક પસંદગીના વપરાશકર્તાઓ માટે આ ફેરફારનું પરીક્ષણ કરી રહ્યું છે જેમના ફોન બીટા પ્રોગ્રામ પર છે. આ અપડેટ ટૂંક સમયમાં દરેક માટે આવી શકે છે. જૂની લીલી ટિક હવે બ્લુ ટિક દ્વારા બદલવામાં આવશે. જેથી વોટ્સએપનો દેખાવ અન્ય મેટા એપ્સ સાથે મેળ ખાશે.

આ સુવિધા તમામ વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ થશે

મહત્વનું માની શકાય છે કે આ બ્લુ ટિક બતાવશે કે તમે કોઈ વાસ્તવિક કંપની અથવા ચેનલ સાથે વાત કરી રહ્યા છો. આ ફેરફારનો હેતુ યુઝર્સના વિશ્વાસમાં વધારો કરવાનો અને તેમને નકલી કંપનીઓ અથવા ચેનલોથી બચાવવાનો છે. હાલમાં, આ બ્લુ ટિક ફીચર માત્ર અમુક પસંદગીના લોકો માટે જ ઉપલબ્ધ છે. જેમણે Google Play Store પરથી WhatsAppનું લેટેસ્ટ બીટા વર્ઝન ડાઉનલોડ કર્યું છે. આગામી થોડા અઠવાડિયામાં, આ નવી સુવિધા અન્ય તમામ વપરાશકર્તાઓ માટે પણ ઉપલબ્ધ થશે.

  • Follow us on: