- ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ એક સાથે ઘણા ઉપકરણોમાં ખોલી શકાય
- ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હેક થાય તો કરો આ સેટિંગ
- આ ખાસ સેટિંગથી કરો સરળતાથી લોગઆઉટ
ઈન્સ્ટાગ્રામ આજકાલ સૌથી વધારે વાપરવામાં આવતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. જેમાં લોકો તેમની સુંદર અને યાદગાર પળોને શેર કરતાં હોય છે. પરતું જો કોઈ વ્યક્તિ તમારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હેક કરી લે અને તમારા ફોટોનો દુરુપયોગ કરે તો તમે શું કરશો? તેથી તમારે તમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને હેક થતાં બચાવવા માટે કેટલીક ખાસ સેટિંગ્સ કરવી પડશે.
હેકર્સથી બચવા માટે તમે ખાસ સેટિંગ કરી શકો
ઘણી વખત એવું બને છે કે તમે તમારા મોબાઈલ ફોન સિવાયના કોઈ અન્ય ડિવાઈસ પર ઈન્સ્ટાગ્રામ પર લોગીન કરો છો અને ભૂલથી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બીજા મોબાઈલમાં જ ઓપન રહી જાય છે. આ રીતે તમારું એકાઉન્ટ એક સાથે ઘણા ઉપકરણોમાં ખોલી શકાય છે. આવી સ્થિતિમાં, કોઈપણ તમારું અકાઉન્ટ સરળતાથી હેક કરી શકે છે. ત્યારે આવા હેકર્સથી બચવા માટે તમે ખાસ સેટિંગ કરી શકો છો. જેના દ્વારા તમે આ ઉપકરણોથી તમારું એકાઉન્ટ લોગ-આઉટ કરી શકો છો. ઈન્સ્ટાગ્રામ પર વપરાશકર્તાઓને લૉગ-ઇન પ્રવૃત્તિને કાઢી નાખવાનો વિકલ્પ મળે છે. જેને અનુસરીને તમે સરળતાથી લોગ-આઉટ કરી શકો છો.
આ રીતે તમારું અકાઉન્ટ હેક થતાં બચાવો
જેના માટે સૌથી પહેલા તમારું ઈન્સ્ટાગ્રામ ઓપન કરો અને પ્રોફાઈલ પર જાઓ. ત્યારબાદ પ્રોફાઈલ પર પહોંચતા જ તમને ટોચ પર ત્રણ બિંદુઓ દેખાશે. આ ત્રણ બિંદુઓ પર ક્લિક કર્યા પછી, તમે સેટિંગ્સ અને પ્રાઈવસી પર પહોંચી જશો. તમારે સેટિંગ્સ અને પ્રાઈવસીમાં જઈને એકાઉન્ટ સેન્ટર પર જવું પડશે. જેમાં એકાઉન્ટ સેન્ટરમાં તમને પાસવર્ડ અને સિક્યોરિટીનો વિકલ્પ દેખાશે. અહીં ક્લિક કર્યા પછી તમારે સુરક્ષા તપાસમાં જવું પડશે. જ્યારે તમે સુરક્ષા તપાસમાં જાઓ છો ત્યારે તમને લોગિન પ્રવૃત્તિ મળશે આ લૉગિન પ્રવૃત્તિ તમને જણાવે છે કે તમે ક્યાં લૉગ ઇન થયા છો. ત્યારે લોગિન પ્રવૃત્તિ પર ક્લિક કર્યા પછી તમામ ઉપકરણોની વિગતો તમને દેખાશે. હવે તમે જે પણ ઉપકરણમાં લોગ ઈન કર્યું છે તે દેખાશે.આ તપાસીને તમે બીજા ઉપકરણથી તમારા એકાઉન્ટમાંથી મેન્યુઅલી લોગ આઉટ કરી શકો છો.
લોગિન સાથેના વર્તમાન ઉપકરણ દેખાશે
આ રીતે લોગિન પ્રવૃત્તિ પર જઈને તમે બધું સમજી શકશો કે તમે કયા ઉપકરણ પર અને ક્યારે ઈન્સ્ટાગ્રામમાં લોગ ઇન કર્યું છે. તમારે અહીં જવું પડશે અને એક પછી એક તમામ ઉપકરણો પસંદ કરવા પડશે અને લોગ આઉટ પર ટેપ કરવું પડશે. આમ કરવાથી તમારું એકાઉન્ટ લોગિન સાથેના વર્તમાન ઉપકરણ પર જ દેખાશે.