માઇક્રોસોફ્ટે પોતાના AI Bing ચેટબોટમાં એક નવી સુવિધાનો વિસ્તાર કરતા 'વોઇસ ચેટ' ફીચર લૉન્ચ કર્યું છે. આ વોઇસ ચેટ ફીચરની મદદથી યૂઝર્સ હવે બોલીને પણ ખૂબ જ સરળતાથી ચેટ કરી શકશે. આ ફીચરને ડેસ્કટોપ યૂઝર્સ માટે પ્રસ્તુત કરવામાં આવ્યું છે. જે યૂઝર્સને બિંગ ચેટ બોક્સમાં માઇક્રોફોન આઇકન ક્લિક કરીને એઆઇ ચેટબોટથી વાત કરવાની સુવિધા આપશે. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં વધુ ભાષાઓને પણ જોડવામાં આવશે. માઇક્રોસોફ્ટે તેના બ્લોગ પોસ્ટ મારફતે જણાવ્યું હતું કે, હાલમાં તે મુખ્ય ભાષા જેમ કે, અંગ્રેજી, જાપાની, ફ્રેંચ અને જર્મનને સપોર્ટ કરે છે. આ બિંગ ચેટ ટેક્સ્ટ-ટૂ-સ્પીચ જવાબને પણ સપોર્ટ કરે છે, જે તમારા સવાલોને પોતાના અવાજમાં જવાબ આપે છે. હાલમાં તો તે પાંચ ભાષાઓને સપોર્ટ કરે છે. નજીકના ભવિષ્યમાં જ તેની ભાષાક્ષમતાને વધારવામાં આવશે. નોંધનીય છે કે, બિંગ ચેટની ટર્ન લિમિટને પણ વધારવામાં આવી છે. હવે તેમાં 30 ચેટ પ્રતિ સેશન અને 300 ચેટ પ્રતિ દિવસ કરવામાં આવ્યો છે. સર્ચ એન્ડ એઆઇના માઇક્રોસોફ્ટ સીવીપી જોર્ડી રિબાસે ટ્વીટ દ્વારા આ વિશે જાણકારી આપી હતી. અલબત્ત, થોડા મહિનાઓમાં કંપની ધીમે ધીમે પોતાની ઉપયોગિતા વધારવા માટે ચેટબોટની લિમિટને વધારી રહી છે.

Amazon માં 30,000 કર્મચારીઓને કર્યા જોબલેસ અને AI પાછળ અબજોનો ખર્ચ









