- વિન્ડોઝ 12માં સંપૂર્ણપણે નવી જ ઓપરેટિંગ સિસ્ટમ જોવા મળશે
- કંપનીએ તાજેતરમાં જ વિન્ડોઝ-11 માટે નવું અપડેટ 22H2 પૂરું કર્યું
- સપ્ટેમ્બર કે ઓક્ટોબરની આસપાસ યૂઝર્સ માટે રોલઆઉટ કરી શકે
માઇક્રોસોફ્ટે પોતાના નવા વિન્ડોઝ માટેનાં કાર્યો આરંભી દીધાં છે અને એવી પણ આશા રાખવામાં આવી છે કે કંપની પોતાના ત્રણ વર્ષના ચક્રને ચાલુ જ રાખશે અને 2024માં નવું વિન્ડોઝ પ્રસ્તુત કરી શકે છે. માઇક્રોસોફ્ટના જૂના નામના ટ્રેન્ડના જણાવ્યા પ્રમાણે જ નવા વિન્ડોઝની એડિશનનું નામ વિન્ડોઝ-12 જ રાખવાનું છે. એક રિપોર્ટના જણાવ્યા પ્રમાણે માઇક્રોસોફ્ટ પોતાના હાલમાં ચાલી રહેલા વિન્ડોઝ વર્ઝનમાં પણ નવા ફીચર રજૂ કરશે. કંપનીએ તાજેતરમાં જ વિન્ડોઝ-11 માટે નવું અપડેટ 22H2 પૂરું કર્યું, જે સપ્ટેમ્બર કે ઓક્ટોબરની આસપાસ યૂઝર્સ માટે રોલઆઉટ કરી શકે છે. વિન્ડોઝ સેન્ટ્રલના એક રિપોર્ટના જણાવ્યા અનુસાર માઇક્રોસોફ્ટ દર ત્રીજા વર્ષે વિન્ડોઝનાં મેજર વર્ઝન પ્રસ્તુત કરે જ છે. અલબત્ત, વર્ષ 2024માં પણ તે વિન્ડોઝ 12 મેજર વર્ઝન પ્રસ્તુત કરશે. કંપનીએ વિન્ડોઝ 11ના 2023 વર્ઝનને પૂર્ણ કરી દીધું છે, જેનું કોડનેમ 'સન વેલી 3' રાખવામાં આવ્યું છે. એક વર્ષ પહેલાં જ માઇક્રોસોફ્ટે જાહેરાત કરી હતી કે તે વિન્ડોઝ 11 માટે ફીચર અપડેટ કરવાની યોજના બનાવી રહ્યું છે અને ટૂંક સમયમાં જ તેની અપડેટ જલદીથી ઉપલબ્ધ થશે.
આ વર્ષે ટેસ્ટ કરવામાં આવ્યું 'મોમેન્ટ્સ' અપ્રોચ










