- દુનિયાભરના યુઝર્સ માટે ડાઉન થઇ ગઇ છે સર્વિસ
- ઇંટીગ્રેશનવાળી એપ્સને થઇ રહી છે અસર
- કંપનીએ કહ્યું- મુશ્કેલીને દૂર કરવા પર ચાલી રહ્યું છે કામ
આજે સવારથી માઈક્રોસોફ્ટ યુઝર્સને મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. યુઝર્સ Microsoft Teamsનો ઉપયોગ કરી શકતા નથી. સત્ય નડેલાની આ કંપનીએ કહ્યું કે સમસ્યાને દૂર કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. યુઝર્સ માઇક્રોસોફટ Teamsના પ્લેટફોર્મ કે કોઈપણ સુવિધાઓને ઍક્સેસ કરવામાં સક્ષમ નથી.
કંપનીએ એક નિવેદન રજૂ કરીને કહ્યું છે કે આ ડાઉનસ્ટ્રીમ અસરને કારણે, Microsoft Word, Office Online અને SharePoint Online જેવી ટીમ ઈન્ટિગ્રેશન સાથે આવતી ઘણી Microsoft 365 સર્વિસીસને અસર થઈ છે.
કંપનીએ સત્તાવાર નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે યુઝર્સ માઇક્રોસોફ્ટ ટીમ્સ કે કોઈપણ ફીચર્સને ઍક્સેસ કરી શકતા નથી. આ સમસ્યાની તપાસ કરી રહ્યા છીએ. આ અંગે વધુ અપડેટ્સ સર્વિસ હેલ્થ ડેશબોર્ડ પર જોઈ શકાય છે.
આઉટેજને ટ્રૅક કરતી વેબસાઇટ, ડાઉનડિટેક્ટરના મતે માઈક્રોસોફ્ટ ટીમ્સ સવારે 7 વાગ્યાથી ડાઉન છે. વેબસાઈટ પર મોટાભાગના યુઝર્સે કહ્યું કે તેઓ ટીમ્સ એપને લઈને સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જ્યારે અન્ય યુઝર્સે જણાવ્યું કે તેઓ સર્વર કનેક્શનમાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
માઇક્રોસોફ્ટે પણ ટ્વિટર પર આ વિશે માહિતી આપી હતી. કંપનીએ માઈક્રોસોફ્ટ 365 સ્ટેટસ એકાઉન્ટને જણાવ્યું કે કેટલાક યુઝર્સ રિપોર્ટ કરી રહ્યા છે કે તેઓ અપડેટ્સ માટે એડમિન સેન્ટરને એક્સેસ કરી શકતા નથી. ટેક જાયન્ટે કહ્યું કે તે આ સમસ્યાને ઠીક કરવા માટે કામ કરી રહ્યા છે.
માઇક્રોસોફ્ટે કહ્યું કે ઇન્ટરનલ સ્ટોરેજ સર્વિસમાં બ્રોકેજ કનેક્શનની સમસ્યા છે, જેના કારણે યુઝર્સ આ મોટા પાયે આઉટેજનો સામનો કરી રહ્યા છે. તે ટ્રેપિકનું હેલ્દી સર્વિસ પર ડાયરેકટ કરવાનું કામ કરી રહ્યા છે. કંપની જેવી જ આઉટેજને ફિક્સ કરવાની માહિતી આપે છે અમે તેને અહીં અપડેટ કરીશું અને તમને તેના વિશે જાણ કરીશું.