મોબાઇલ સિમ ખરીદવા માટે નકલી દસ્તાવેજોનો ખૂબ જ ઉપયોગ થઇ રહ્યો છે. જેને ધ્યાનમાં લઇને દૂરસંચાર વિભાગે (DoT) ભારતના બિહાર અને ઝારખંડના અંદાજિત 2.25 લાખથી પણ વધુ મોબાઇલ સિમને ડિએક્ટિવેટ કરી નાખ્યાં છે. આ કાર્યવાહી ગત એપ્રિલ મહિનામાં જ કરવામાં આવી હતી. દૂરસંચાર વિભાગે ટેલિકોમ કંપનીઓથી તે પોઇન્ટ ઓફ સેલ્સ (PoS)ને પણ બ્લેકલિસ્ટ કરવા માટે જણાવ્યું છે જે ખોટી રીતે સિમકાર્ડ વેચી રહ્યાં છે. દૂરસંચાર વિભાગે જે 2.25 લાખથી વધુ નંબરોને બ્લોક કરેલા છે તે તમામ અમાન્ય દસ્તાવેજો આપીને ખરીદવામાં આવ્યા હતા. વધુમાં દૂરસંચારે 517 PoS પર પણ એક્શન લેવાનું કહ્યું છે, જે આ ખોટા કામમાં સામેલ હતા. વધુમાં દૂરસંચાર વિભાગે સાઇબરથી જોડાયેલા ક્રાઇમને સદંતર રોકવા માટે સમગ્ર દેશમાં 87 કરોડથી પણ વધુ સિમ કસ્ટમર્સના ચહેરાઓનું વિશ્લેષણ કર્યું છે. તેનાથી જોડાયેલા રિઝલ્ટ્સને દૂરસંચાર વિભાગના ફિલ્ડ યુનિટ્સ સાથે શૅર કરવામાં આવે છે જેથી પોલીસની મદદથી છેતરપિંડી કરનારા સાઇબર અપરાધીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરી શકાય.



  • Follow us on: