તમારી ગાડીનુ ટ્રાફિક ચલણ આવ્યુ છે...અને પછી સ્કેમ થઇ જાય છે. સાયબર ગુનેગારોએ ઠગવાનો નવો રસ્તો શોંધી કાઢ્યો છે. જેને લઇને એડવાયઝરી જાહેર કરી છે. આજકાલ, સાયબર ગુનેગારો E-Vahan Challan અથવા M Vahan Challanના નામનો ઉપયોગ કરીને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. સાયબર ગુનેગારો ટ્રાન્સપોર્ટ વિભાગ હોવાનો દાવો કરીને SMS અથવા WhatsApp દ્વારા નકલી ચલણ સંદેશાઓ મોકલી રહ્યા છે.
ટ્રાફિક ચલણના નામે છેતરપિંડી
આ પ્રકારના ઘણા કેસો અગાઉ પણ સામે આવ્યા હતા, જેના કારણે દિલ્હી પોલીસે એડવાઈઝરી જારી કરી હતી. લોકો પાસે ખોટા ઈ-ચલણના મેસેજ આવી રહ્યા હતા, જેમાં ચલણ ભરવા માટે ખોટી લિંક મોકલવામાં આવતી હતી અને ફ્રોડ કરવામાં આવતો હતો. નવા કેસમાં હેકર્સ વોટ્સએપ અથવા SMS મારફતે ચલાન ભરવા માટે મેસેજ મોકલી રહ્યા છે. આ મેસેજમાં APK ફાઈલની લિંક હોય છે, જેને M Parivahan Challan નામ આપવામાં આવ્યું છે.
જ્યારે યૂઝર આ લિંક પર ક્લિક કરે છે, ત્યારે તેમના ફોનમાં એક સ્પાયવેર ઇન્સ્ટોલ થઈ જાય છે, જે ફોનમાંથી વ્યક્તિગત ડેટા ચોરી લે છે. તેથી, આવા કોઈપણ મેસેજ પર ક્લિક કરતા પહેલાં સાવધાની રાખવી જોઈએ જેથી તમે નુકસાનથી બચી શકો.
APK ફાઇલ શું છે?
APK ફાઇલો એ એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં એપ ઇન્સ્ટોલ કરવાની ફાઇલ પેકેજ છે, જે ગૂગલ પ્લે સ્ટોર વિના પણ ફોનમાં એપ ઇન્સ્ટોલ કરી શકે છે. સામાન્ય રીતે APK ફાઇલ થર્ડ પાર્ટી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જો તમે તમારા ફોનમાં Install app from Unknown Sourceનો વિકલ્પ ચાલુ રાખો છો, તો તમારા ફોનમાં ગૂગલ પ્લે સ્ટોરને બાયપાસ કરીને એપ ઇન્સ્ટોલ થઈ શકે છે.
કેવી રીતે બચવું?
એડવાઈઝરી મુજબ, આવા કોઈ પણ મેસેજને ધ્યાનપૂર્વક વાંચો.ખોટી લિંક ધરાવતા મેસેજોમાં URL અથવા મેસેજના શબ્દોમાં ભૂલો જોવા મળશે.ે
કોઈપણ APK ફાઇલ ડાઉનલોડ કરવા માટે મળેલા મેસેજને અવગણો.
તમે mParivahan એપમાં જઈને તમારા વાહનનુ ચલણ ચેક કરી શકો છો. ત્યાં તમારા તમામ પેન્ડિંગ ચલણ દેખાશે.
ઉપરાંત, થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવા માટેનો વિકલ્પ (Unknown Sources) બંધ રાખવો જોઈએ.