હાલમાં,WhatsApp પર મેસેજ મોકલવા પર કોઈ મર્યાદા નથી.વપરાશકર્તાઓ દરરોજ અમર્યાદિત સંખ્યામાં મેસેજ મોકલી શકે છે,પરંતુ આ ટૂંક સમયમાં બદલાવા જઈ રહ્યું છે.સ્પેમનો સામનો કરવા માટે,WhatsApp એક નવો ઉપાય અમલમાં મૂકી રહ્યું છે.આનાથી જવાબ ન આપનારા લોકોને મોકલવામાં આવતા મેસેજ પર માસિક મર્યાદા લાદી શકાય છે.આ નિર્ણય વ્યવસાયો અને વપરાશકર્તાઓ બંનેને લાગુ પડશે. આ નિર્ણય હાલમાં વિચારણા હેઠળ છે અને ટૂંક સમયમાં પરીક્ષણ શરૂ થવાની અપેક્ષા છે.
સિસ્ટમ કેવી રીતે કાર્ય કરશે?
અહેવાલો અનુસાર,મેટાએ પુષ્ટિ આપી છે કે તે આગામી થોડા અઠવાડિયામાં ઘણા દેશોમાં ટ્રાયલ શરૂ કરશે. જો કે, મેસેજ મર્યાદા અંગેની માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. એકવાર નવી સિસ્ટમ લાગુ થઈ જાય, પછી જવાબ ન આપનારા વપરાશકર્તાને મોકલવામાં આવેલ કોઈપણ મેસેજ માસિક ક્વોટામાં ગણાશે. ઉદાહરણ તરીકે,જો તમે કોઈને બે મેસેજ મોકલો છો અને તેઓ જવાબ નથી આવતો, તો આ બે મેેસેેજઓ માસિક ક્વોટામાં ગણાશે. આનાથી તમે જે વપરાશકર્તાઓ સાથે ચેટ કરો છો અથવા જે તમારા મેેસેેજનો જવાબ આપે છે તેમને મોકલવામાં આવેલા મેેસેેજની ગણતરી કરવામાં આવશે નહીં












