ડિઝિટલ ઇન્ડિયાના આ સમયમાં આધાર કાર્ડ દરેક ભારતીય નાગરિક માટે સૌથી જરૂરી દસ્તાવેજ બની ગયો છે. આ કાર્ડ, 12-અંકનો અનન્ય ઓળખ નંબર ધરાવતો, ઓળખ અને સરનામાનો પુરાવો પૂરો પાડે છે.બેંકિગ, સરકારી લાભ,સબસિડી પેન્શ, શિષ્યવૃત્તિ અને સિમ કાર્ડ સહિત હજારો સેવાઓ માટે આનો ઉપયોગ અનિવાર્ય છે. પરિણામે, આધાર સંબંધિત દરેક સમાચાર લોકોમાં ચર્ચાનો વિષય બની જાય છે, પરંતુ માહિતીની ચકાસણી કર્યા વિના આવા દાવાઓ પર વિશ્વાસ કરવો નુકસાનકારક બની શકે છે.


વાયરલ દાવો

તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વાયરલ ખબર લોકોએ ગૂંચવણ પેદા કરી. દાવા મુજબ હવે આધાર કાર્ડ પર પતિ અથવા પિતાનું નામ નહીં દેખાય. ઘણા યુઝરોએ સ્ક્રીનશૉટ અને વિડિયો શેર કરીને દાવો કર્યો કે UIDAIએ હવે પતિ અથવા પિતાનું નામવાળો કૉલમ દૂર કરી દીધો છે.

શું છે હકીકત?

જ્યારે આ વાયરલ દાવાની તપાસ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે આ ખબર સંપૂર્ણ ખોટી છે. તપાસમાં બહાર આવ્યું કે UIDAIએ આ સંબંધમાં કોઈ જાહેરાત કરી નથી. UIDAIની સત્તાવાર વેબસાઇટ અથવા તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આવી કોઈ માહિતી આપવામાં આવી નથી. હેલ્પલાઇન પર સંપર્ક કરતા એક અધિકારીએ સ્પષ્ટ કર્યું કે એવો કોઈ બદલાવ લાગુ કરવામાં આવ્યો નથી અને આ દાવો ખોટો છે.

પિતાનું કે પતિનું નામ ફરજિયાત છે કે નહીં?

જણાવી દઈએ કે આધાર કાર્ડમાં કેર ઓફ (C/O) કૉલમ વૈકલ્પિક છે. તેનો અર્થ એ છે કે વ્યક્તિ પોતાના દસ્તાવેજોમાં માતા, પિતા અથવા જીવનસાથીનું નામ ઉમેરવા ઈચ્છે તો ઉમેરી શકે છે, પરંતુ તે ફરજિયાત નથી. વ્યક્તિ ઈચ્છે તો C/O વિકલ્પ ખાલી છોડી શકે છે. તેનો અર્થ એ નથી કે પતિ કે પિતાનું નામ સંપૂર્ણપણે દૂર કરી દેવામાં આવ્યું છે; તે ફક્ત વૈકલ્પિક એટલે કે ઑપ્શનલબન્યું છે. આ સમગ્ર મામલાની તપાસ પરથી સ્પષ્ટ થાય છે કે આધાર કાર્ડમાંથી પતિ અથવા પિતાનું નામ દૂર થવાની વાયરલ ખબર સંપૂર્ણપણે ખોટી છે. UIDAIએ આવી કોઈ જાહેરાત કે બદલાવ કર્યો નથી.


  • Follow us on: