આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન આપણી સુવિધાની સાથે જોખમનું સાધન પણ બની રહ્યો છે. આપણી બેંકિંગ વિગતો, UPI એપ્સ અને અંગત ડેટા બધું જ ફોનમાં હોવાથી સાયબર ગુનેગારો સતત નવા કીમિયા અજમાવતા હોય છે. તાજેતરમાં સરકારી એજન્સી I4C એ લોકોને જાગૃત કરવા માટે એક મહત્વપૂર્ણ એડવાઈઝરી જારી કરી છે, જેમાં 4 ચોક્કસ નંબરો (ISD કોડ) વિશે ચેતવણી આપવામાં આવી છે.
આ 4 નંબરોથી રહો સાવધ
+92: આ પાકિસ્તાનનો ISD કોડ છે. આ નંબરથી આવતા WhatsApp મેસેજ કે કોલ દ્વારા હેકર્સ ફોનમાં વાયરસ ઇન્જેક્ટ કરી શકે છે.
+855: આ એક VoIP (ઇન્ટરનેટ જનરેટેડ) નંબર છે. આવા વર્ચ્યુઅલ નંબરોને ટ્રેક કરવા અત્યંત મુશ્કેલ હોવાથી ગુનેગારો તેનો ઉપયોગ વધુ કરે છે.
+86: આ પણ ઘણીવાર VoIP નંબર હોય છે, જેનો ઉપયોગ ફ્રોડ લિંક્સ મોકલવા માટે થાય છે.
+880: આ ઇન્ટરનેશનલ વર્ચ્યુઅલ નંબર દ્વારા પણ સાયબર ઠગ લોકોની અંગત વિગતો ચોરી રહ્યા છે.
હેકર્સની મોડસ ઓપરેન્ડી
સાયબર ગુનેગારો ઘણીવાર VPN (વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક) નો ઉપયોગ કરે છે, જેથી તેમનું લોકેશન ટ્રેક ન થઈ શકે. આ નંબરો પરથી આવતા મેસેજમાં જોખમી માલવેર ધરાવતી લિંક્સ હોય છે. જેવી તમે આ લિંક પર ક્લિક કરો, તમારા ફોનનો એક્સેસ હેકર પાસે જઈ શકે છે અને પળવારમાં તમારું બેંક ખાતું સાફ થઈ શકે છે.
બચવા માટે શું કરવું?
અજાણ્યા ઇન્ટરનેશનલ નંબરો પરથી આવતા કોલ કે લિંક્સને સંપૂર્ણપણે અવગણો.
કોઈપણ લાલચ આપતી લિંક પર ક્લિક ન કરો.
જો તમને શંકાસ્પદ કોલ આવે, તો દૂરસંચાર વિભાગના 'સંચાર સાથી' પોર્ટલ પર તેની જાણ કરો.
જો તમે ફ્રોડનો શિકાર બનો, તો તુરંત સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરો.
આ પણ વાંચોઃ Hair Growth: ચાવીને ખાઓ આ પાન, ખરતા વાળમાંથી મળશે મુક્તિ