દરેક વ્યક્તિનું સપનું હોય છે પોતાની કાર વસાવવાનું. પરતુ વધતી મોંઘવારી વચ્ચે આ સપનું લોઅર મિડલ ક્લાસ અને મિડલ ક્લાસના પરિવારો માટે સપનું જ બનીને રહી જતું હતું. પરંતુ તાજેતરમાં લાગુ થયેલા GSTના નવા સ્લેબે આ સપનાને પુરુ કરવાની તક આપી છે.

GST 2.0એ ઘટાડ્યા એન્ટ્રી લેવલ કારના ભાવ

GST 2.0 કાર ખરીદવાની ઈચ્છા રાખનારાઓ માટે સારા સમાચાર લઈને આવ્યું છે. સરકાર દ્વારા નાની અને એન્ટ્રી લેવલની કારને 28%ના GST સ્લેબમાંથી ખસેડી 18%ના GST સ્લેબમાં લાવવામાં આવી. જેનું પરિણામ એ આવ્યું કે લોકપ્રિય હેચબેક અને એન્ટ્રી લેવલ કાર હવે ઘણી સસ્તી થઈ ગઈ છે. જેનાથી સામાન્ય અને મધ્યમવર્ગના પરિવારો પણ પોતાની કારનું સપનું હવે પુરુ કરી શકે છે. આ એવા પરિવારો છે જે 5 લાખથી ઓછી કિંમતમાં કાર ખરીદવાનું બજેટ ધરાવે છે. આ સેગમેન્ટ જે પહેલી કાર ખરીદનારા, વિદ્યાર્થીઓ અને વ્યવહારિક બીજી કાર શોધનારા લોકો છે તેમના માટે છે.

5 લાખથી ઓછી કિંમતની છે આ 5 કાર

નવો GST સ્લેબ લાગુ થયા બાદ એવી 5 કારોની વાત કરીએ, કે જે 5 લાખથી ઓછી કિંમતમાં મળે છે. અને તે હવે લોકોની પહેલી પસંદ પણ બની રહી છે.

કાર મોડલએક્સ શોરૂમ કિંમત
Maruti Suzuki Alto K10₹3.70 લાખથી શરૂ
Maruti Suzuki S-Presso₹3.50 લાખથી શરૂ
Maruti Suzuki Wagon R₹5.00 લાખથી શરૂ
Tata Tiago₹4.57 લાખથી શરૂ
Renault Kwid ₹4.30 લાખથી શરૂ