IIT હૈદરાબાદે ભારતની પહેલી AI-પાવર્ડ ડ્રાયવરલેસ ઇલેક્ટ્રિક બસો શરૂ કરવામાં આવી છે. આ ઓટોનોમ્સ શટલને ટેકનોલોજી ઇનોવેશન હબ ઓન ઓટોનોમ્સ નેવિગેશને વિકસિત કર્યુ છે.સ્માર્ટ અને ટકાઉ પરિવહનની દિશામાં આ દેશની એક મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે. પ્રો.પી રાજલક્ષ્મીના નેતૃત્વ વાળી ટીમે અત્યાર સુધી 10,000થી વધુ યાત્રીઓને આ બસમાં ફેરવ્યા છે અને લગભગ 90 ટકાની સંતુષ્ટિ દર પ્રાપ્ત કર્યો છે.
આ બસ કેવી રીતે કરે છે કામ ?
આ ડ્રાયવરલેસ ઇલેક્ટ્રિક શટલ્સ હાલમાં બે મોડલમાં ઉપલબ્ધ છે – 6-સીટર અને 14-સીટર. તેમાં Autonomous Emergency Braking (AEB) જેવી ટેક્નોલોજી છે, જે આચાનક આવતી અવરોધોને ઓળખી તરત બ્રેક લગાવે છે. Adaptive Cruise Control (ACC) વડે ટ્રાફિક મુજબ સ્પીડ એડજસ્ટ થાય છે અને અન્ય વાહનો સાથે સલામત અંતર જાળવવામાં આવે છે. આ શટલ્સ ડ્રાઇવર વિના જટિલ રસ્તાઓ પર ચલવાની ક્ષમતા ધરાવે છે અને રિયલ ટાઈમ અવરોધોનું નિરીક્ષણ કરી સલામત મુસાફરી સુનિશ્ચિત કરે છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે આ ટેક્નોલોજીએ (TRL-9) પ્રાપ્ત કરી છે. જે દર્શાવે છે કે એ ભારતીય રસ્તાઓ પર વાસ્તવિક પરિસ્થિતિમાં સંપૂર્ણપણે કાર્યક્ષમ છે.
શું છે ખાસ બાબત?
IIT હૈદરાબાદનું TiHAN પ્રોજેક્ટ માત્ર ટેક્નોલોજી સુધી સીમિત નથી. તે ભારતના ભવિષ્યના પરિવહન ક્ષેત્ર માટે નવી દિશા તૈયાર કરી રહ્યું છે. TiHAN દ્વારા ભારતનો પ્રથમ ઓટોનોમસ નેવિગેશન ટેસ્ટબેડ વિકસાવવામાં આવ્યો છે, જ્યાં ભારતીય માર્ગ પરિસ્થિતિઓમાં ડ્રાઇવરલેસ ટેક્નોલોજીની કસોટી કરવામાં આવે છે. આ પ્લેટફોર્મથી ઉદ્યોગ અને સંશોધકોને સહકાર મળે છે, જેથી તેઓ સુરક્ષિત અને વિશ્વસનીય ઓટોનોમ્સ વાહનો વિકસિત કરી શકે.
આગામી પેઢી માટે ખાસ તાલીમ
TiHAN માત્ર ટેક્નોલોજી ડેવલપમેન્ટ સુધી સીમિત નથી, પણ તે AI અને મશીન લર્નિંગ સાથે જોડાયેલ વિશેષ કાર્યક્રમો પણ ચલાવી રહ્યું છે. તેનો ઉદ્દેશ ભારતની નવી પેઢીને નવીનતમ ટેક્નોલોજી અંગે તાલીમ આપવાનું છે. જેથી ભારત ભવિષ્યમાં ઓટોનોમ્સ મોબિલિટીનો વૈશ્વિક લીડર બની શકે.