એલોન મસ્ક અને તેમની ટીમ પાછલા ઘણા સમયથી ઓપ્ટીમસ રોબોટ પર કામ કરી રહી છે. એલોન મસ્કને ઓપ્ટીમસ રોબોટથી આશા છે કે તે મનુષ્યો કરતાં વધુ સારી કામગીરી કરશે.
ઓપ્ટીમસ રોબોટની સેના તૈયાર થશે!
મળતી માહિતી મુજબ એલોન મસ્ક રોબોટ્સની એક "સેના" બનાવી રહ્યા છે અને આ માટે તેઓ આગામી થોડા વર્ષોમાં ઓપ્ટીમસ રોબોટના 1 મિલિયન યુનિટનું ઉત્પાદન કરવા અંગે પણ વિચાર કરી રહ્યા છે. અમેરિકન અબજોપતિ અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક તરફથી નિવેદન આપવામાં આવ્યું હતું કે ઓપ્ટીમસ ટેસ્લાનો અત્યાર સુધીનો સૌથી મહત્વપૂર્ણ પ્રોજેક્ટ બની શકે છે જેની મદદથી તેઓ એક મોટી રોબોટ આર્મી બનાવવા માંગે છે.













