આપણે રોજબરોજની લાઇફમાં કોઇને કોઇ કામ માટે ગૂગલ, ચેટજીપીટી અને કેન્વા, જેમીની એઆઇનો ઉપયોગ કરતા હોઇએ છીએ. કઇ પણ પ્રશ્ન થાય સીધો તેને લખ્યો અને એન્ટર આપ્યું અને આપણને તે સારી અને વ્યવસ્થિત રીતે આન્સર પણ આપે છે.પરંતુ ક્યારેય મનમાં એવો પ્રશ્ન આવ્યો છે કે ચેટજીપીટીને આપણે જે પ્રશ્ન પૂછીએ છીએ તે એક પ્રશ્ન દ્વારા કેટલું કમાય છે? જો ના તો આવો આજે આ લેખમાં તેની કમાણી વિશે થોડી માહિતી મેળવીએ. 


કમાણીનો આંકડો 2 અબજ ડોલરને પાર!

ChatGPT નવેમ્બર 2002માં લોન્ચ કરવામાં આવ્યું હતુ. આ લોન્ચ કરેલું ટૂલ માત્ર એક સાધન નથી પરંતુ આખી દુનિયાની કાર્યશૈલીમાં ક્રાંતિ લાવનારૂં માધ્યમ અને લોકો તેના ડિપેન્ડ પણ રહેવા લાગ્યા છે. વિદ્યાર્થીઓ હોય કે વ્યાવસાયિકો, દરેક માટે તે અનિવાર્ય બન્યું છે. આ અવિશ્વસનીય લોકપ્રિયતાને કારણે OpenAI આજે વિશ્વની સૌથી મૂલ્યવાન AI કંપનીઓમાંની એક તરીકે ઉભરી આવી છે. લેટેસ્ટ અહેવાલોની વાત કરીએ તો કંપનીની માસિક આવક 2 બિલિયન એટલે કે 2 અબજ ડોલર સુધી પહોંચી ગઇ છે અને આ જ આંકડો કહી રહ્યુ છે કે કંપની કેટલી સફળ રહી છે.  

OpenAI પૈસા કેવી રીતે કમાય છે?

શરૂઆતમાં એક બિન-લાભકારી સંસ્થા તરીકે સ્થાપિત થયેલી OpenAI એ આધુનિક ટેકનોલોજીના વિશાળ ખર્ચને પહોંચી વળવા માટે વ્યવસાયિક મોડેલ અપનાવ્યું છે. કંપનીની આવકના મુખ્ય ત્રણ સ્તંભો છે:

1. પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન: 'ChatGPT પ્લસ' દ્વારા લાખો વપરાશકર્તાઓ માસિક ફી ચૂકવીને અદ્યતન ફીચર્સનો લાભ લે છે. વિશ્વભરમાં લગભગ 50 મિલિયનથી વધુ પેઇડ સબ્સ્ક્રાઇબર્સ કંપનીની કરોડરજ્જુ સમાન છે.

2. API સેવાઓ: હજારો કંપનીઓ તેમની પોતાની એપ્સ અને વેબસાઇટ્સમાં AI ઇન્ટિગ્રેશન કરવા માટે OpenAI ના API નો ઉપયોગ કરે છે. આ એક ખૂબ જ મોટો અને સ્થિર આવકનો સ્ત્રોત છે.

3. એન્ટરપ્રાઇઝ સોલ્યુશન્સ: મોટી કોર્પોરેટ કંપનીઓ માટે બનાવવામાં આવેલી ખાસ એન્ટરપ્રાઇઝ સેવાઓ પણ કંપનીની આવકમાં મોટો ફાળો આપે છે.

પ્રતિ ક્વેરી આવકનું સત્ય

ઘણીવાર સામાન્ય વપરાશકર્તાઓને પ્રશ્ન થાય છે કે શું દરેક ક્વેરી દીઠ OpenAI પૈસા કમાય છે? વાસ્તવમાં, OpenAI ની આવક કોઈ એક ચોક્કસ ક્વેરી પર આધારિત નથી. મફત વપરાશકર્તાઓ દ્વારા કરવામાં આવતી પૂછપરછથી કંપનીને સીધી આવક થતી નથી; તેના બદલે તે વપરાશકર્તાઓના ડેટા અને ફીડબેક દ્વારા તેમના મોડેલને વધુ સક્ષમ બનાવે છે. બીજી તરફ, API અને પેઇડ યુઝર્સ માટે ફી 'ટોકન' (વપરાશ) અને મોડેલના પ્રકાર પર આધારિત હોય છે. એટલે કે, કંપની વ્યક્તિગત સવાલ નહીં, પરંતુ તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વ્યાપક ઉપયોગ પર નફો કરે છે.

કંપીનીની કમાણી જ સફળાતનું પ્રમાણ

માઇક્રોસોફ્ટ જેવી ટેક દિગ્ગજ કંપનીઓના વિશાળ રોકાણ અને સફળ ફંડિંગ રાઉન્ડને કારણે OpenAI આજે ડેટા સેન્ટરો અને નવા મોડેલો પર આક્રમક રીતે કામ કરી રહી છે. 900 મિલિયનથી વધુ સાપ્તાહિક સક્રિય વપરાશકર્તાઓ સાથે, OpenAI નું ભવિષ્ય અત્યંત ઉજ્જવળ અને પ્રભાવશાળી દેખાય છે. કંપનીની આ આર્થિક સફળતા દર્શાવે છે કે ટેકનોલોજી જ્યારે માનવ જરૂરિયાતો સાથે જોડાય છે, ત્યારે તે વૈશ્વિક અર્થતંત્રમાં કેવી રીતે મોટું પરિવર્તન લાવી શકે છે.

આ પણ વાંચોઃ PF ખાતાધારકો માટે ખુશખબર, તમારા ખાતામાં વ્યાજ ક્યારે જમા થશે? જાણો સંપૂર્ણ માહિતી


  • Follow us on: