ટેક્નોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપની Apple દ્વારા આંતરરાષ્ટ્રીય બજારની સાથે ભારતમાં પણ તેની અત્યાધુનિક iPhone 18 Pro શ્રેણી અને કંપનીના પહેલા ફોલ્ડેબલ સ્માર્ટફોન 'iPhone Duo' ને લોન્ચ કરી દીધો છે. આ તમામ નવા સ્માર્ટફોન્સ Appleની અત્યાર સુધીની સૌથી શક્તિશાળી 2nm ટેકનોલોજી પર આધારિત A20 Pro ચિપસેટ સાથે આવે છે, જેમાં શાનદાર પરફોર્મન્સ માટે 6-કોર CPU અને 7-કોર GPU આપવામાં આવ્યા છે. સાથે જ તેમાં કંપનીનું ઇન-હાઉસ C2 મોડેમ પણ સામેલ છે.પરંતુ ભારતમાં તેની કિંમત શું રહેશે આવો જાણીએ આ અહેવાલમાં...

સૌથી પહેલા iPhone Duoની કિંમત અને વેરિઅન્ટ વિશે 

1. iPhone Duo (ફોલ્ડેબલ ફોન):

Appleના આ પહેલા ફોલ્ડેબલ ડિવાઇસને ભારતમાં 'નાઈટ સ્કાય' અને 'સ્ટાર વ્હાઇટ' એમ બે આકર્ષક રંગોમાં રજૂ કરવામાં આવ્યો છે. તે 256GB, 512GB, 1TB અને 2TB એમ ચાર સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. ભારતમાં તેની પ્રારંભિક કિંમત ₹2,99,900 છે, જ્યારે અન્ય વેરિઅન્ટ્સ અનુક્રમે ₹3,24,900, ₹3,74,900 અને ₹4,49,900 ની કિંમતે ઉપલબ્ધ થશે. આ ફોન માટે ભારતીય ગ્રાહકો 16 ઓક્ટોબરે સાંજે 5.30 ૦ વાગ્યાથી પ્રી-ઓર્ડર કરી શકશે અને તેનું સત્તાવાર વેચાણ 23 ઓક્ટોબરથી શરૂ થશે.
https://twitter.com/johnternus/status/2097753253027221817

2. iPhone 18 Pro અને Pro Max:

સામાન્ય પ્રો શ્રેણીની વાત કરીએ તો, iPhone 18 Pro અને iPhone 18 Pro Max બંને ચાર શાનદાર કલર ઓપ્શન્સ (ડીપ બ્લેક, ગ્લેશિયર, સિલ્વર અને બર્ગન્ડી) અને ચાર સ્ટોરેજ વિકલ્પોમાં આવ્યા છે. iPhone 18 Pro: ભારતમાં તેની શરૂઆતની કિંમત ₹1,64,900 (256 GB) છે, જ્યારે 512 GB ની કિંમત ₹1,89,900, 1TB ની કિંમત ₹2,39,900 અને 2TB વેરિઅન્ટની કિંમત ₹3,14,900 છે.

iPhone 18 Pro Max: આ ટોપ-એન્ડ મોડેલની શરૂઆતની કિંમત ₹1,79,900 (256 GB) છે. આ ઉપરાંત 512 GB માટે ₹2,04,900 1TB માટે ₹2,54,900 અને 2TB વેરિઅન્ટ માટે ₹3,29,900 ચૂકવવા પડશે. આ બંને પ્રો મોડેલ્સ માટે પ્રી-ઓર્ડર 12 સપ્ટેમ્બરે સાંજે 5.30 વાગ્યે શરૂ થશે અને ભારતમાં તેનું મુખ્ય વેચાણ 18 સપ્ટેમ્બરથી શરૂ થશે.

આ પણ વાંચોઃ Ukraine: રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી માંડ માંડ બચ્યા, નોર્વે જતી વખતે વિમાન સાથે ડ્રોન અથડાતા રહી ગયું