ગૂગલ 8500 રૂપિયા કેમ આપી રહ્યું છે? દરેક વ્યક્તિ આ પ્રશ્નનો જવાબ જાણવા માગે છે. Pixel 6a યુઝર્સ તરફથી ઓવરહિટીંગ અને બેટરી પરફોર્મન્સ અંગે સતત ફરિયાદો મળ્યા બાદ કંપની બેટરી પરફોર્મન્સ પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહી છે.


આ પ્રોગ્રામ હેઠળ, કંપની કાં તો મફતમાં બેટરી બદલશે અથવા તમને વળતર તરીકે $100 (લગભગ 8500 રૂપિયા) આપવામાં આવશે. કંપની Pixel 6A ની બેટરી કામગીરી સુધારવા અને ઓવરહિટીંગનું જોખમ ઘટાડવા માટે આવતીકાલે એટલે કે 8 જુલાઈથી Android 16 અપડેટ પણ રોલઆઉટ કરશે.

કોણ એલિજિબલ છે?

Pixel 6a વાપરતા બધા યુઝર્સ કંપનીના સેવા કેન્દ્રમાં જઈને બેટરી બદલી શકે છે. જે લોકો બેટરી બદલવા માગતા નથી તેઓ $100 (આશરે રૂ. 8500) અથવા $150 (આશરે રૂ. 12800)નો Google Store ક્રેડિટ ઓપ્શન પસંદ કરી શકે છે.

તમે લાયક છો કે નહીં તે ચકાસવા માટે, કંપનીના સપોર્ટ પેજ પર જાઓ અને સીધા પેજ પર જવા માટે અહીં ક્લિક કરી શકો છો. આ પેજ પર ગયા પછી, નીચે દર્શાવેલ કન્ફર્મ બટન પર ટેપ કરો, આગલા પેજ પર તમારે ફોનનો IMEI નંબર દાખલ કરવો પડશે. આ પછી, ડિવાઇસ સાથે લિંક કરેલ ઇમેઇલ સરનામું દાખલ કરો અને તેને સબમિટ કરો.

અહીં એક વાત ધ્યાન આપવાન છે કે લોકલ રેગ્યુલેશનના કારણે, બધા દેશોમાં કેશ પેમેન્ટ મ્સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. પેમેન્ટ કંપની તમને તે થર્ડ પાર્ટી Payoneer દ્વારા પ્રદાન કરશે જેના માટે યુઝર્સ પાસેથી ID પ્રૂફ અને PAN કાર્ડ જેવી વિગતો માગી શકાય છે. ગુગલે કહ્યું કે ફાઈનલ એમાઉન્ટ Daily એક્સચેન્જ રેટ પર આધારિત રહેશે.

આ લોકોને લાભ નહીં મળે

ગુગલે સ્પષ્ટતા કરી છે કે લિક્વિડ ડેમેજ અથવા ફિઝીકલ ડેમેજવાળા ફોન મફત બેટરી સેવા માટે પાત્ર રહેશે નહીં. આ ઉપરાંત, જો ફોન વોરંટી હેઠળ નથી અને સ્ક્રીન તૂટી ગઈ છે, તો કંપની તમને તેના માટે સેવા ફી વસૂલશે.

નોંધ: ગૂગલ કહે છે કે બેટરી રિપ્લેસમેન્ટ સુવિધા 21 જુલાઈ, 2025 થી કેનેડા, યુએસ, જર્મની, યુનાઇટેડ કિંગડમ (યુકે), જાપાન, સિંગાપોર અને ભારતના વોક-ઇન રિપેર સેન્ટરો પર ઉપલબ્ધ થશે.


  • Follow us on: