છેલ્લા ઘણા દિવસથી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી હોય કે વોટ્સએપ સ્ટેટસ, મીની 3D કલેક્ટિબલ ફોટાઓ (નેનો બનાના 3D ફિગરીન) દરેક જગ્યાએ જોવા મળી રહી છે. સેલિબ્રિટીથી લઈને સામાન્ય લોકો સુધી, દરેક વ્યક્તિ આ ટ્રેન્ડમાં ભાગ લઈ રહ્યા છે. તેની ખાસ વાત એ છે કે તે કોઈપણ ટેકનિકલ Skill વિના બનાવી શકાય છે અને આ માટે કોઈ પૈસા ખર્ચવા પડતા નથી. એટલા માટે લોકો તેમની 3D ફોટાઓ બનાવી અને શેર કરી રહ્યા છે.
Nano Banana 3D Figurine કેવી રીતે બનાવશો?
ગૂગલના જેમિની 2.5 ફ્લેશ ઇમેજ ટૂલનું નામ નેનો બનાના રાખવામાં આવ્યું છે. આ ટૂલ વાસ્તવિક જેવી દેખાતી 3D ફોટાઓ બનાવી શકે છે. જો તમે નેનો બનાના 3D ફિગરીન બનાવવા માંગતા હો, તો તમારે જેમિની એપ અથવા વેબસાઇટની મદદ લેવી પડશે. ફોટા બનાવવા માટે, ગૂગલ જેમિની એપ અથવા વેબસાઇટ પર જાઓ અને તમારી ફોટા અપલોડ કરો. આ પછી, તમારે તેને 3D ઈમેજ બનાવવા માટે પ્રોમ્પ્ટ Enter કરવો પડશે. આ માટે, ગૂગલે X પર એક સેમ્પલ પ્રોમ્પ્ટ શેર કર્યો છે. પ્રોમ્પ્ટ આપ્યાના થોડા સમય પછી, 3D ઈમેજ તમારા માટે તૈયાર થઈ જશે.













