Metaએ ભારત સહિત અનેક ગ્લોબલ માર્કેટમાં Meta One સબ્સ્ક્રિપ્શન લોન્ચ કર્યું છે. જેમાં WhatsApp Plus, Instagram Plus અને Facebook Plusના ફાયદા એક જ સબ્સ્ક્રિપ્શનમાં મળે છે. કંપનીએ સામાન્ય યુઝર્સ અને AIનો વધુ ઉપયોગ કરતા લોકો માટે Core અને Premium પ્લાન રજૂ કર્યા છે. જ્યારે બિઝનેસ અને કન્ટેન્ટ ક્રિએટર્સ માટે Essential, Advanced, Expert અને Max Bundle ઉપલબ્ધ છે. આ પ્લાનમાં Meta AIની વધુ ઉપયોગ લિમિટ અને બિઝનેસ માટે એડવાન્સ ટૂલ્સ આપવામાં આવે છે.
₹549થી શરૂ થશે કિંમત
ભારતમાં Meta One Core પ્લાનની કિંમત ₹549 પ્રતિ મહિનો છે, જ્યારે Premium પ્લાન માટે ₹1,960 પ્રતિ મહિનો ચૂકવવા પડશે. બિઝનેસ અને કન્ટેન્ટ ક્રિએટર્સ માટે Essential Bundleની શરૂઆત ₹639 પ્રતિ મહિનોથી થાય છે. Advancedની કિંમત ₹2,099, Expertની ₹6,399 અને Maxની ₹20,990 પ્રતિ મહિનો છે. સરખામણી કરીએ તો અલગ-અલગ WhatsApp Plusની કિંમત ₹79, જ્યારે Instagram Plus અને Facebook Plusની કિંમત ₹99-99 પ્રતિ મહિનો છે. Meta Oneના પર્સનલ અને બંડલ પ્લાનમાં આ ત્રણેય Plus સબ્સ્ક્રિપ્શનના ફાયદા એકસાથે મળે છે.
AIનો વધુ ઉપયોગ કરી શકાશે
Meta One Coreમાં Instagram Storyને નવા અંદાજમાં બદલવા, Voice Effect અને અન્ય Creative Toolsનો ઉપયોગ કરી શકાય છે. સાથે જ Instagram, Facebook અને WhatsApp પર Meta AIથી Image અને Video બનાવવા માટે વધુ ઉપયોગ લિમિટ મળે છે. Premium પ્લાનમાં Meta AIના Tools અને Features માટે આથી પણ વધુ ઉપયોગ લિમિટ આપવામાં આવે છે. એટલે AI ટૂલ્સનો વધુ ઉપયોગ કરતા યુઝર્સ માટે બંને પ્લાન અલગ-અલગ સ્તરની સુવિધાઓ આપે છે.
બિઝનેસ અને ક્રિએટર્સ માટે ખાસ ફીચર્સ
Essential Bundleમાં Business Management Tools અને WhatsApp પર Meta Business Agentનો વધુ એક્સેસ મળે છે. આ Agent આખો દિવસ ગ્રાહકોના સવાલોના જવાબ આપી શકે છે. સફળ Verification બાદ યુઝર્સને Verified Badge, WhatsApp Business App પર Verified Channel અને Impersonation Protection જેવી સુવિધાઓ પણ મળે છે.
Advancedમાં વધુ પ્રોફેશનલ ટૂલ્સ
Advanced Bundleમાં Professional Tools ઉપરાંત 30 દિવસ અગાઉ સુધી Story Schedule કરવાની સુવિધા મળે છે. સાથે જ Organic Posts અને Reelsમાં Link ઉમેરવા, Export કરી શકાય તેવા Analytics અને વધુ ઊંડી Audience Insights જેવી સુવિધાઓ પણ આપવામાં આવે છે.
Expert અને Maxમાં એડવાન્સ સુવિધાઓ
Expert અને Max Bundleમાં Meta Business Agentની સૌથી એડવાન્સ સુવિધાઓ આપવામાં આવે છે. આ પ્લાન ખાસ કરીને વધુ સુવિધાઓ અને બિઝનેસ માટેના એડવાન્સ ટૂલ્સનો ઉપયોગ કરવા માંગતા બિઝનેસ અને કન્ટેન્ટ ક્રિએટર્સ માટે બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: બાળકોની ઓનલાઈન સુરક્ષા, કેન્દ્ર સરકારના દબાણ બાદ મેટા સોંપશે બાળકોના A-ટુ-Z ડેટા