Xiaomi એ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન Redmi Note 15 સત્તાવાર રીતે લોન્ચ કર્યો છે. આ ફોન Redmi Note 14નું અપગ્રેડેડ વર્ઝન છે અને કંપનીનો આ વર્ષે ભારતમાં પહેલો સ્માર્ટફોન લોન્ચ છે. Redmi Note 15 સાથે Xiaomi એ Pad 2 Pro પણ રજૂ કર્યો છે, પરંતુ સૌથી વધુ ચર્ચા સ્માર્ટફોનની જ થઈ રહી છે.


Redmi Note 15માં પ્રીમિયમ લુક

Redmi Note 15માં પ્રીમિયમ લુક આપવા માટે કર્વ્ડ AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યો છે. ફોનમાં 6.77 ઇંચનો મોટો AMOLED ડિસ્પ્લે છે, જે 120Hz રિફ્રેશ રેટ અને 3200 nits પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે. તેજ ધુપમાં પણ સ્ક્રીન સ્પષ્ટ દેખાય એ માટે આ ડિસ્પ્લે ખૂબ જ ઉપયોગી છે. સાથે જ તેમાં TUV Triple Eye Care Protection આપવામાં આવ્યું છે, જે લાંબા સમય સુધી ફોન ઉપયોગ કરતી વખતે આંખોને સુરક્ષા આપે છે.

ફોનના પરફોર્મન્સની વાત

પરફોર્મન્સની વાત કરીએ તો Redmi Note 15 માં Qualcomm Snapdragon 6 Gen 3 પ્રોસેસર આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે આ ચિપસેટ 48 કલાક સુધી સતત સ્મૂથ કામગીરી આપી શકે છે. ફોનમાં 8GB RAM સાથે 128GB અને 256GB સ્ટોરેજ વિકલ્પો મળે છે, જે ડેઇલી યુઝ અને મલ્ટીટાસ્કિંગ માટે પૂરતા છે.

108MPનો પ્રાઇમરી રિયર કેમેરા

કેમેરાની વાત કરીએ તો એમાં પણ Redmi Note 15 ખૂબ મજબૂત છે. ફોનમાં 108MPનો પ્રાઇમરી રિયર કેમેરા આપવામાં આવ્યો છે, જે Optical Image Stabilization (OIS) અને 4K વિડિયો રેકોર્ડિંગ સપોર્ટ કરે છે. સાથે જ 8MPનો સેકન્ડરી કેમેરા છે. સેલ્ફી અને વિડિયો કોલિંગ માટે 20MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. બેટરીની વાત કરીએ તો ફોનમાં 5520mAh ની મોટી બેટરી આપવામાં આવી છે, જે 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કંપનીના જણાવ્યા અનુસાર, એક જ ચાર્જમાં આ ફોન એક દિવસથી વધુ બેટરી બેકઅપ આપે છે.

ફોનની કિંમત

કિંમતની વાત કરીએ તો Redmi Note 15 નો 8GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ ₹22,999 માં ઉપલબ્ધ છે. બેંક ઓફર હેઠળ ₹3,000 ઇન્સ્ટન્ટ કેશબેક મળતાં તેની અસરકારક કિંમત ₹19,999 થાય છે. ટોપ વેરિઅન્ટની કિંમત ₹24,999 છે, જેમાં પણ કેશબેક ઓફર ઉપલબ્ધ છે.

આ પણ વાંચો : Tech News : ભારત વિશ્વનું સૌથી મોટું AI ટેસ્ટબેડ કેવી રીતે બન્યું?


  • Follow us on: