દેશી કંપની Wobbleએ જાહેરાત કરી છે કે સ્માર્ટફોન બજારમાં તે એન્ટ્રી કરવા જઇ રહી છે અને આવતા મહિને એટલે કે નવેમ્બર મહિનામાં તેની શરૂઆત થશે. કન્ઝ્યુમર ટેક બ્રાન્ડ પહેલા સ્માર્ટફોનનુ લોન્ચિંગ ભારતમાં આવતા મહિને થશે. Indkal Technologiesની બેંગ્લુરૂ બેસ્ટ ઇન-હાઉસ બ્રાન્ડ Wobble આ સમયે ભારતમાં ડિસ્પ્લે અને સ્માર્ટ ટીવીની વિસ્તૃત રેન્જ ભારતમાં રજૂ કરે છે અને હવે આ સ્માર્ટફોન બજારમાં પગ જમાવવા જઇ રહ્યો છે.

Wobbleનો સ્માર્ટફોન ભારતમાં ક્યારે લોન્ચ થશે

Wobbleનો સ્માર્ટફોન દિલ્હીમાં 19 નવેમ્બરના રોજ લોન્ચ થવાનો છે અને કંપનીએ આજે મંગળવારે તેનું એલાન કર્યું છે। હાલ કંપનીએ સ્માર્ટફોનનું નામ કે તેના ફીચર્સ વિશે કોઈ માહિતી જાહેર કરી નથી, પરંતુ ફોનની એક ટીઝર ઇમેજ બહાર આવી છે. તેના આધારે કહી શકાય છે કે આ ફોન સ્લિમ (પાતળો) હશે. ફોનના સાઈડ વ્યુ પરથી સ્પષ્ટ થાય છે કે તેની જાડાઈ ઓછી હશે અને બેક સાઈડમાં મોટો કેમેરા મોડ્યુલ હશે. આ એક સ્લિમ પ્રોફાઈલવાળો ફ્લેટ ફ્રેમ ફોન હશે. ટીઝર ઇમેજમાં પાવર અને વોલ્યુમ બટન દેખાઈ રહ્યા છે, જે ફ્રેમ સાથે સારી રીતે એલાઇન થયેલા છે.

મેડ ઇન ઇન્ડિયા હશે Wobbleનો સ્માર્ટફોન

આ ફોન મેડ ઇન ઇન્ડિયા સ્માર્ટફોન હશે અને મેડ ફોર વર્લ્ડ ડિવાઈસ તરીકે તૈયાર કરવામાં આવી રહ્યો છે. 19 નવેમ્બરના વર્લ્ડ ડેબ્યૂ સાથે જ આ ફોન ઘણા દેશોમાં લોન્ચ માટે તૈયાર રહેશે. વર્ષ 2025–26માં તેની વેચાણ પ્રક્રિયા શરૂ કરવાની યોજના છે અને ભારતમાં તેનું ગ્રાન્ડ લોન્ચ થશે. જોકે, આ ફોનના આગમનના સમાચાર સૌપ્રથમ સપ્ટેમ્બરમાં સામે આવ્યા હતા અને કેટલાક ડિટેઇલ્સ પણ ચર્ચામાં આવી હતી. જેમ કે કહેવામાં આવ્યું હતું કે આ ફોનમાં 8GB રેમ હશે અને તે એન્ડ્રોઇડ 15 પર ચાલશે. જોકે કંપની તરફથી હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ ફોનની કિંમત કેટલી હશે તેની માહિતી પણ હજી બહાર આવી નથી અને કંપનીએ આ અંગે કોઇ હિન્ટ આપવામાં આવી નથી.

Wobble વિશે જાણો

Wobble એક સ્વેદશી કંપની છે જે દેશમાં સૌથી મોટાં ટેલીવિઝન બનાવવા માટે ઓળખાય છે અને હવે તે સ્માર્ટફોને પણ બજારમાં ઉતારી રહી છે. 
  • Follow us on: