આજકાલ આપણે બધા UPIથી મોબાઈલથી પૈસા મોકલીએ છીએ. પરંતુ ઘણીવાર ઈન્ટરનેટ નથી હોતું અને પછી આપણે ચિંતામાં આવી જઈએ છીએ કે પૈસા ઈન્ટરનેટ વગર કેવી રીતે મોકલવા. પરંતુ હવે આ હેરાન થવાની જરૂર નથી.
ભારત સરકારે અને NPCIએ એક શાનદાર સર્વિસ આપી છે જે USSD બેસ્ડ UPI સર્વિસ, *99# નંબરથી કામ કરે છે. તેનાથી તમે ઈન્ટરનેટ વગર પણ પૈસા ટ્રાન્સફર કરી શકો છો.
શું છે *99# UPI સર્વિસ?
*99# એક USSD બેસ્ડ મોબાઈલ બેંકિંગ સર્વિસ છે જેની મદદથી તમે ઈટરનેટ વગર અને સ્માર્ટફોન વગર પણ પૈસા મોકલી શકો છો, બેલેન્સ ચેક કરી શકો છો. અને UPI પીન પણ બદલી શકો છો. આ સર્વિસ 24×7 કામ કરે છે અને દેશના દરેક મોબાઈલ નેટવર્ક પર અવેલેબલ છે.
ઇન્ટરનેટ વગર પૈસા કેવી રીતે મોકલવા
ઇન્ટરનેટ વિના પૈસા મોકલવા માટે, પહેલા ફોનના ડાયલરમાં *99# ટાઈપ કરો અને કોલ કરો. તમને ભાષા પસંદ કરવાનો વિકલ્પ મળશે. તેમાં 1 ડાયલ કરો. આ પછી, તમે જે UPI ID પર પૈસા મોકલવા માગો છો તેની માહિતી દાખલ કરો. તેમજ તે કર્યા પછી, UPI PIN દાખલ કરો અને ચાલુ રાખો. PIN ચેક કર્યા પછી, પેમેન્ટ કરો. ધ્યાનમાં રાખો કે તમે આ દ્વારા ફક્ત 5000 રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો. તમે આ પ્રક્રિયા દ્વારા તમારો UPI PIN પણ બદલી શકો છો.
જો UPI પિન સેટ ન હોય, તો તેને કેવી રીતે સેટ કરવો?
તમારા મોબાઇલના ડાયલરમાં તેને ટાઇપ કરો. ડાયલરમાં *99# કોડ દાખલ કરો અને કોલ બટન દબાવો. ભાષા પસંદ કરો અને ટાઇપ કરો અને મોકલો. સેટ UPI પિનનો વિકલ્પ પસંદ કરો. તમને આ વિકલ્પ 5મા નંબર પર મળી શકે છે.
હવે અહીં બેંકના છેલ્લા 6 અંકો અને કાર્ડની સમાપ્તિ તારીખ (MMYY) પૂછવામાં આવશે. આ તમારા ડેબિટ કાર્ડ સંબંધિત માહિતી છે.
હવે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે. OTP દાખલ કરો. ત્યારપછી તમને એક નવો UPI પિન બનાવવાનું કહેવામાં આવશે. તમે તમારી પસંદગીથી 4 અથવા 6 આંકડાનો પિન દાખલ કરો અને પછી પુષ્ટિ કરો.