ફ્લિપકાર્ટ પર છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી Big Billion Days Saleને લઈને યૂઝર્સ ઘણાં નારાજ નજર આવી રહ્યાં છે. ઇ-કોમર્સ કંપનીઓ ડિલ્સના નામે લોકોની સાથે ઠગાઈ કરી રહી છે. અનેક યૂઝર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દાવો કર્યો છે કે સેલમાં મળતી શ્રેષ્ઠ ડીલ્સના નામે લોકોને છેતરવામાં આવી રહ્યું છે. iPhone 16, Google Pixel 9 જેવા પ્રીમિયમ ફોન સેલમાં સૌથી ઓછી કિંમતમાં વેચાતા દેખાડવામાં આવી રહ્યા છે. જોકે, ઘણા યૂઝર્સે દાવો કર્યો છે કે પેમેન્ટ કર્યા બાદ તેમનો ઓર્ડર કેન્સલ થઇ ગયો છે.
સૌથી મોટા સેલની આડમાં ફ્રોડ?
ઓર્ડર કેન્સલ થયા પછી યૂઝર્સને રિફંડ મળ્યા નથી. અને જો મળ્યા પણ હોય, તો ફ્લિપકાર્ટ દ્વારા કેટલીક ફી વસૂલવામાં આવી છે, જે નોન-રિફંડેબલ છે. આ રીતે કંપની દરેક ઓર્ડર પર કોઈ પ્રોડક્ટ વેચ્યા કર્યા વિના કમાણી કરી રહી છે અને સામાન્ય લોકો તેનો શિકાર બની રહ્યા છે. ફ્લિપકાર્ટ, અમેઝોન જેવી ઇ-કોમર્સ કંપનીઓ ફેસ્ટિવલ સેલ દરમિયાન એવા જાહેરાતો કરે છે અને કેવાં લાગે છે કે પ્રોડક્ટ અડધી કિંમતમાં નહીં, પણ મફતમાં મળી રહી હોય.
ટ્ટીટર પર લોકો આ વાતને છેતરપિંડી કહી રહ્યા છે
iPhone 16 ને ફ્લિપકાર્ટ પર અત્યાર સુધીના સૌથી મોટા ડિસ્કાઉન્ટના નામે લિસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે, ફોન ખરીદવા ઇચ્છુક યૂઝર્સ તેનો ઓર્ડર કરી શક્યા નહિં. થોડી જ મિનિટોમાં ફોન "આઉટ ઑફ સ્ટોક" બતાવવામાં આવ્યો અથવા તેને પાછી જૂની કિંમતમાં બતાવવામાં આવી. બીજી તરફ, ઘણાં લોકોના ઓર્ડર કેન્સલ કરી દેવામાં આવ્યા અને તેમાથી કેટલીક નોન-રિફંડેબલ ફી વસૂલવામાં આવી છે. X જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યૂઝર્સે તેને આ બાબતને ઠગી છેતરપિંડી કહ્યુ.
નોન-રિફંડેબલ ચાર્જ
ફ્લિપકાર્ટ પોતાના પ્લેટફોર્મ પર કોઈપણ પ્રોડક્ટ ખરીદતા યૂઝર્સ પાસેથી “ઓફર હેન્ડલિંગ ફી”, “પેમેન્ટ હેન્ડલિંગ ફી”, “પ્રોટેક્ટ પ્રોમિસ ફી”, “પિક-અપ ચાર્જ” જેવા નોન-રિફંડેબલ ચાર્જ વસૂલે છે. આ પછી પ્રોડક્ટને "અનઅવેલેબલ" અથવા "અન્ડિલિવરેબલ" બતાવીને ઓર્ડર કેન્સલ કરી દે છે. આ રીતે ઇ-કોમર્સ કંપનીઓનો આખો ખેલ ચાલતો હોય છે.
(ડિસ્ક્લેમરઃ આ સમાચાર માત્ર સોશિયલ મીડિયા રિપોર્ટના આધારે છે. સંદેશ ન્યુઝ આની કોઇ પુષ્ટિ કરતું નથી. )










