અમેરિકામાં એક નવી એપ્લિકેશન 'નિયોન' ખૂબ જ ચર્ચામાં છે, જે યુઝર્સના ફોન કોલ રેકોર્ડ કરે છે અને એ બદલ તેમને પૈસા આપે છે. આ એપ્લિકેશન પછી એ ડેટા AI કંપનીઓને વેચે છે અને હાલમાં એ એપલ એપ સ્ટોરના સોશિયલ નેટવર્કિંગ વિભાગમાં નંબર-2 પર છે.જાણો કેવી રીતે કરે છે કામ અને તેનાથી શું ખતરો થાય છે....
કેવી રીતે કામ કરે છે નિયોન?
નિયોન યુઝર્સે કોલ રેકોર્ડ કરવા માટે 30 સેન્ટ પ્રતિ મિનિટ અને કોઇ અન્ય કોલ પર વધારે 30 ડોલર આપે છે. આ સિવાય એપ રેફરલ્સ માટે પણ પૈસા આપે છે. કંપનીનુ કહેવુ છે કે આ ડેટા એઆઇ કંપનીઓને મશીન લર્નિગ અને એઆઇ મોડલના વિકાસ, પ્રશિક્ષણ અને સુધાર માટે વેચવામાં આવે છે.
ડેટા પ્રાયવસી પર એક મોટો સવાલ
નિયોનના ટર્મ્સ ઑફ સર્વિસ યુઝર્સની ઇનબાઉન્ડ અને આઉટબાઉન્ડ બન્ને કોલ રેકોર્ડ કરી શકે છે. તેઓ કહે છે કે માત્ર યૂઝર તરફથી જ આ ઓડિઓ રેકોર્ડ થાય છે. પરંતુ કંપનીના નિયમો અનુસાર, નિયોનને વૈશ્વિક સ્તર પર ડેટાનો ઉપયોગ, વેચાણ અને સંશોધન કરવાનો અધિકાર છે.
કાયદા અને સુરક્ષાના જોખમો
નિષ્ણાતો કહે છે કે આ એપ ટેકનિકલી કાયદેસર છે કારણ કે તે ફક્ત એક જ પક્ષના કોલ રેકોર્ડ કરે છે. જોકે, આ ડેટાનો ઉપયોગ નકલી કોલ અથવા AI વોઇસ બનાવવા માટે થઈ શકે છે. ડેટા ચોરીનું જોખમ પણ હંમેશા રહેલું છે.
એઆઈ અને પ્રાઇવેસી વચ્ચેનું સંતુલન જરૂરી
AI આપણા જીવનને સરળ બનાવે છે, પરંતુ તે વપરાશકર્તાઓ અને તેઓ જેની સાથે સંપર્ક કરે છે તેમની ગોપનીયતા પર પણ અસર કરે છે. આ એપ દર્શાવે છે કે કેટલાક લોકો પોતાના સ્વાર્થ અને નાના ફાયદા માટે પોતાનો વ્યક્તિગત ડેટા શેર કરવા તૈયાર છે, ભલે તેના ગંભીર સામાજિક અને વ્યક્તિગત પરિણામો આવી શકે.