ટેકનોલોજીના યુગમાં સ્માર્ટફોન કોઇ કોમ્પ્યુટર, ફાઇન્નાશિયલ સાથી, કેમેરો અને કોમ્યુનિકેશનથી લઇને અનેક કાર્યોમાં મદદ કરે છે. હવે ફોનમાં પર્સનલ ડેટાથી લઇને જરૂરી સામગ્રી, સોશિયલ મીડિયા એકાઉન્ટ અને બેન્ક એપ્સ પણ હાજર હોય છે તો હેકર્સની નજર હંમેશા તેના પર બનેલી રહે છે. ઇન્ટરનેટથી કનેક્ટ થવા બાદ તમે હેકર્સને પૂરી રીતે પોતાનાથી દૂર નથી કરી શકતા. પરંતુ તમે સમય પહેલાં જો સાવધાન થઇ જાવ અથવા જાણી જાવ કે તમારો ફોન હેક થયો છે કે નહીં તો આવા ખતરાંથી બચી શકો છો. આવો જાણીએ કઇ પરિસ્થિતિમાં લાગે કે તમારો ફોન હેક થયો છે....

બેટરીમાં ઝડપથી ઘટાડો અથવા ઓવરહીટ થવો

જો તમારા ફોનની બેટરી ઝડપથી ઘટી રહી છે તો સંભાવના છે કે કોઇ હેકર દ્વારા એપ્સ અને સ્પાઇવેર કરવામાં આવતુ હોય. જેનાથી બેક ગ્રાઉન્ડમાં સતત એક્ટિવિટી થવા પર જેમ કે ડેટા મોકલવા અને પ્રાપ્ત કરવા પર ફોન સતત કામ કરતો રહે છે. જેનાથી બેટરી જલ્દી સમાપ્ત થાય છે. આ સિવાય ફોન ઓવર હીટ પણ કરે છે.

ડેટા અને નેટવર્ક એક્ટિવિટી

અનેક વખત હેકર રિમોટ એક્સેસ ટૂલ દ્વારા ફોનને હેક કરવાનો પ્રયાસ કરે છે અથવા કરી શકે છે. સેટિંગમાં જઇને તમે ડેટાની જે ખપત થાય છે તેને મોનિટર કરી શકો છો. જો તમને કોઇ અજાણ એપ ડેટા ઉપયોગ કરતા નજર આવે છે તો સંભાવના છે કે ફોન હેક થયેલો છે.

અજીબ પોપ-અપ અથવા સેટિંગમાં બદલાવ

અનેક વખત એડવેર અથવા ખતરનાક સોફ્ટવેર તમારી જાણકારી વગર ફોનમાં ઇન્સ્ટોલ કરી શકે છે અથવા પરમિશનમાં બદલાવ કરી શકે છે. તમે ચેક કરી શકો છો કે ફોનમાં અજાણી એપ્સ તો નથી ને, અથવા અચાનક પરિમશનમાં કોઇ બદલાવ તો નથી થયો ને, સેટિંગ્સમાં કેટલાંક બદલાવ થયા છે તો જરૂરથી ધ્યાન રાખો.

ફોનનુ સ્લો થવુ
જો તમારો સ્માર્ટફોન સ્લો થઇ ગયો છે અથવા અજીબ રીતે રીસ્ટાર્ટ થઇ રહ્યો છે અથવા એપ્સ વારં વાર રોકાઇને ચાલે છે તો સંભાવના છે કે કોઇ ખતરો હોઇ શકે છે. ખાસ કરીને કઇક નવુ ઇન્સ્ટોલ કર્યા બાદ આવા બદલાવ નજર આવે છે.

ફોનમાં કોઇ અજીબ પ્રકારની એક્ટિવિટી થવી
અનેક વખત હેકર તમારા ફોનનો ઉપયોગ મેલ અથવા તમારાં એકાઉન્ટ એક્સેસ માટે કરી શકે છે. એવામાં તમારે ચેક કરવાનુ છે કે તમારા નંબરથી કોઇ મેસેજ અથવા કોલ તો નથી થયો ને. અથવા કોઇ અજાણ જગ્યાએથી ઇમેલ અથવા સોશિયલ મીડિયા લોગઇન એક્ટિવિટી થવુ પણ ફોનના હેક હોવાની સંભાવના છે. 
  • Follow us on: