સમગ્ર વિશ્વમાં ભારતમાં બનેલા એપલ આઇફોનની ભારે માંગ છે, વર્ષ 2017 થી ભારતમાં આઇફોનનું ઉત્પાદન ચાલી રહ્યું છે અને 2025ના પ્રથમ 6 મહિનામાં જ એપલે ભારતની અંદર રેકોર્ડ બ્રેક આઇફોન બનાવ્યા અને નિકાસ કર્યા છે. માર્કેટિંગ સંશોધક કેનાલિસના એક અહેવાલ મુજબ જાન્યુઆરીથી જૂન દરમિયાન આઇફોનનું ઉત્પાદન 53 ટકા વધ્યું છે.

2025માં નિકાસમાં 52 ટકાનો વધારો
નોંધનીય છે કે કંપનીએ આ સમયગાળા દરમિયાન કૂલ 23.9 મિલિયન યુનિટનું ઉત્પાદન કર્યું છે. ગયા વર્ષે 15.05 મિલિયન યુનિટની નિકાસ થઇ હતી. જે 2025ના પ્રથમ 6 મહિનામાં જ આઇફોનની નિકાસ 22.88 મિલિયન યુનિટ સુધી પહોંચી હતી. એટલે કે નિકાસમાં 52 ટકાનો વધારો દર્શાવે છે. એપલે પહેલાં 6 મહિનામાં ભારત માંથી 22.56 બિલિયનના મૂલ્યના આઇફોનની નિકાસ કરી હતી. મહત્વનું છે કે ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વોરને કારણે ભારતમાં ઉત્પાદન થતાં આઇફોનમાં વૃધ્ધિ જોવા મળી રહી છે.

સપ્ટેમ્બરમાં લોન્ચ થશે iPhone 17
મહત્વનું છે કે આઇફોન 17ની સિરીઝ સપ્ટેમ્બરમાં લોન્ચ થશે અને લોન્ચ પહેલાં કંપની ચીન અને ભારતમાં આગામી સિરીઝનું ઉત્પાદન શરૂ કરી શકે છે. મીડિયા રિપોટર્સ અનુસાર, આઇફોન 17ના પાર્ટસ તમિલનાડુના ફોક્સકોન કંપનીમાં પહોચવાના શરૂ થઇ ગયા છે. ફોક્સકોન અને ટાટા ઇલેક્ટ્રોનિક્સ ભારતમાં આઇફોનના લીડિંગ મેન્યુફેક્ચર્સ છે.

  • Follow us on: