સ્પામ કોલ્સની કંટાળીને લોકો Truecallerનો ઉપયોગ કર છે. પરંતુ હવે તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમે સ્પામ કોલ્સ ટાળવા માટે Truecallerનો ઉપયોગ કરો છો, તો નજીકના ભવિષ્યમાં એપની કાર્ય કરવાની રીત બદલાઈ શકે છે. આનું કારણ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) અને Truecaller વચ્ચે ઉભા થયેલા નવા વિવાદ છે.
એક તરફ TRAI ઇચ્છે છે કે કોલર ID એપ્સ ચોક્કસ નંબરોને સ્પામ તરીકે ટેગ કરવાથી કે બ્લોક કરવાથી દૂર રહે. બીજી તરફ Truecaller દલીલ કરે છે કે આમ કરવાથી સાયબર છેતરપિંડી અને સ્પામ કોલ્સમાં વધારો થયો છે, જ્યારે યુઝરનો વિશ્વાસ ઓછો થયો છે.
આ વિવાદ ફક્ત Truecallerથી સુધી જ નથી પરંતુ TRAI એ સરકાર પાસેથી Truecaller, Hiya અને Whoscall જેવી કોલ મેનેજમેન્ટ એપ્સ સામે કાર્યવાહી કરવાની સત્તા પણ માંગી છે. હાલમાં, આ એપ્સ ટેલિકોમ લાઇસન્સના નિયમો હેઠળ આવતી નથી. જે TRAI ને તેમની સામે સીધી કાર્યવાહી કરવાથી અટકાવે છે. જેના માટે તેણે ઈલેકટ્કોનિક્સ અને IT કાયદા હેઠળ માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) પાસેથી અધિકારની માગ કરી છે.
140 અને 1600 સીરીઝના નંબરો શું છે?
TRAI એ દેશમાં કોમર્શિયલ કોલ્સનું આયોજન કરવા માટે ચોક્કસ નંબર સીરીજ નક્કી કરી છે. 140 સીરીજનો ઉપયોગ પ્રમોશનલ અને ટેલિમાર્કેટિંગ કોલ્સ માટે થાય છે, જ્યારે 1600 સિરીઝ બેંકો, વીમા કંપનીઓ અને અન્ય સંસ્થાઓ તરફથી સેવા અથવા ટ્રાન્જેક્શન સંબંધિત કોલ્સ માટે છે. તેનો ઉદ્દેશ્ય છે કે, લોકોને સહેલાઈથી ખબર પડી શકે કે તેમને કયા પ્રકારના કોલ્સ આવી રહ્યા છે.
TRAIને શું આપત્તિ શું છે?
TRAIનું કહેવું છે કે કોલર આઇડી એપ્લિકેશન્સ આ ઓફિશિયલ નંબરોને સ્પામ ગણાવીને અથવા તેમને બ્લોક કરીને સરકારની નવી સિસ્ટમને નબળી પાડી રહી છે. જો લોકો 140 અને 1600 સિરીઝના કોલ્સનો જવાબ આપવાનું બંધ કરે છે, તો બેંક એલર્ટ, પેમેન્ટ અપડેટ્સ અને અન્ય જરૂરી જાણકારી પણ તેમના સુધી પહોંચી શકશે નહીં. આ કારણોસર, TRAI ઇચ્છે છે કે આ એપ્લિકેશન્સ આવા નંબરોને સ્પામ તરીકે ટેગ કરવાનું બંધ કરે.
Truecaller આપ્યો જવાબ
Truecaller ખુલ્લેઆમ ટ્રાઇના આરોપોનો વિરોધ કર્યો છે. કંપનીનું કહેવું છે કે, સરકારી નિયમોનું પાલન કરીને, તેણે 140 અને 1600 સિરીઝના નંબરો માટે ટ્રેડિશનલ સ્પામ ચેતવણી (Spam Warning) લેબલ બતાવવાનું બંધ કરી દીધું છે. જો કે, તેનું પરિણામ ઉંધુ આવ્યું છે. કંપનીના જણાવ્યા મુજબ આ નંબરો પરથી શંકાસ્પદ કોલ્સ વધ્યા છે અને લોકો હવે તેમના પર વિશ્વાસ કરતા નથી.
Truecallerના સીઈઓ રિષિત ઝુનઝુનવાલાના જણાવ્યા મુજબ, વપરાશકર્તાઓ દરરોજ 140 શ્રેણીમાંથી આશરે 400,000 કોલ્સ અને 1600 શ્રેણીમાંથી 120,000 થી વધુ કોલ્સ મેન્યુઅલી બ્લોક કરી રહ્યા છે. કંપની આ નંબરોને "સ્પામ" તરીકે લેબલ કરી શકતી નથી, તેથી તેણે વપરાશકર્તાઓને જાણ કરવા માટે એક નવું frequently blocked લેબલ રજૂ કર્યું છે કે મોટી સંખ્યામાં લોકોએ ચોક્કસ નંબરને બ્લોક કર્યો છે.
આગળ શું થઈ શકે છે?
જો MeitY, TRAI ની માંગણીઓ સ્વીકારે છે, તો ભવિષ્યમાં કોલર ID અને સ્પામ ડિટેક્શન એપ્સ માટે નવા નિયમો ઘડી શકાય છે. આનાથી Truecaller અને અન્ય સમાન એપ્સ માટે કડક તપાસ થઈ શકે છે કે તેઓ કયા નંબરોને સ્પામ તરીકે બતાવવામાં આવે અને કયા નંબરને સ્પામ તરીકે ન બતાવવા. જ્યારે બીજી તરફ Truecallerનું કહેવું છે કે યૂઝર્સને શંકાસ્પદ કોલ્સ વિશે જાણકારી આપવી તેની સેફ્ટી માટે જરૂરી છે અને કોઈપણ નિર્ણયમાં અસલી ડેટાને આધાર બનાવવામાં આવે.
આ પણ વાંચો: શિલ્પા શિંદેના જુઠ્ઠાણા પર ભડકી હિના ખાન, કહ્યું- જો તે Bigg Bossમાં આવું બોલતી તો...
