ગૂગલ આપણા સૌના જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે અને ગૂગલમાં આપણે કઇ પણ સર્ચ કરીએ એક જ સેકન્ડમાં આપણને તેનો જવાબ મળી જતો હોય છે. કોઇ ડોક્યુમેન્ટ્સ હોય, કોઇ ક્વેરી, કોઇ સોન્ગ્સ, કોઇ ન્યુઝ કે પછી મૂવી, પઝલ્સ કઇ પણ આપણને બધું જ ત્યાં મળી રહે છે. ઘણી વખત ગૂગલ પર એવી વસ્તુઓ જોવા મળે છે જે આપણને આશ્ચર્યમાં મૂકી દે છે અને તેમાંની કેટલીક સર્ચ કર્યા બાદ ઇન્ટરેસ્ટિંગ અને મજા પણ આવે છે.

67 કરો ટાઇપ

આવી જ એક સર્ચ વિશે અમે તમને અહીં જણાવવા જઈ રહ્યા છીએ, અને તે છે સર્ચમાં 67. હા, આ એક નંબર છે, પરંતુ જો તમે તેને ગૂગલ પર સર્ચ કરો તો તમને એટલું ઇન્ટરેસ્ટિંગ લાગશે કે કદાચ તમે તેને વારંવાર અજમાવશો. અહીં જાણો કે ગૂગલ પર 67 ટાઇપ કરતાં તમારી સ્ક્રીન પર એવી કઈ મજેદાર વસ્તુ થાય છે જેને જોઈને તમને ખરેખર મજા આવશે.

પોતે સર્ચ કરીને જુઓ કે 67 ટાઇપ કરવાથી શું થાય છે

ગૂગલ સર્ચ બારમાં 67 અથવા 6-7 ટાઇપ કરતાં જ તમારા કમ્પ્યુટર અથવા ફોનની સ્ક્રીન હલવા લાગે છે, એટલે કે થોડા સેકન્ડ માટે કંપે છે. આ જોઈને ઘણા યૂઝર્સને આશ્ચર્ય થયું કે ક્યાંક તેમના ડિવાઇસમાં કોઈ ખામી તો નથી ને? પરંતુ હકીકતમાં આ કોઈ બગ કે સમસ્યા નથી. આ માત્ર ગૂગલની મનોરંજન માટેની એક ટ્રિક છે, જે એક મજેદાર ઈસ્ટર એગ તરીકે હલનચલન કરનારા વાયરલ મીમ ટ્રેન્ડથી પ્રેરિત ગૂગલનું ફીચર છે.

માત્ર એન્ટરટેઇનમેન્ટ માટે છે આ ફીચર

આ ફીચર ફક્ત યંગસ્ટર્સમાં લોકપ્રિય ‘brainrot’ સ્લેંગનો એક ભાગ છે અને માત્ર મનોરંજન માટે છે, ગભરાવાની કોઈ જરૂર નથી. 67 ટાઇપ કર્યા પછી થોડા સેકન્ડ સુધી સ્ક્રીન શેક થાય છે અને પછી ફરીથી પહેલાની જેમ સામાન્ય થઈ જાય છે. જો એવું ન થાય તો સ્ક્રીનને રિફ્રેશ કરો અથવા બેક જાઓ, તે ફરી નોર્મલ થઈ જશે.
આને કેવી રીતે જોઈ શકો છો ?
1.તમારા ફોન અથવા કમ્પ્યુટર પર Google ખોલો
2.સર્ચ બારમાં 67 લખો અને એન્ટર દબાવો અથવા ટેપ કરો
3.તમારા ફોન, લેપટોપ અથવા કમ્પ્યુટરની સ્ક્રીન વાંકુ-ટેડું થઈને કંપવા અને શેક થવા લાગશે
4.માત્ર થોડા સેકન્ડ બાદ જ સ્ક્રીન ફરીથી નોર્મલ થઈ જશે.



  • Follow us on: