Apple એ તાજેતરમાં જ iPhone 17 સિરિઝ લોન્ચ કરી છે અને તે હાલમાં માર્કેટમાં ચર્ચાનો વિષય બની છે. પરંતુ લોન્ચ થયાના થોડાજ સમય બાદ હવે આગામી iPhone એટલે કે iPhone 18 સિરિઝને લઈને ખબરો અને અફવાઓ સામે આવી રહી છે. સૌથી મોટી ચર્ચા એ છે કે Apple આવતા વર્ષે iPhone 18 નો બેઝ મોડેલ લોન્ચ નહીં કરે.


iPhone 18 બેઝ મોડેલ પર શંકા

રિપોર્ટ્સ મુજબ, iPhone 18 નો બેઝ મોડેલ 2026 માં લોન્ચ થવાનો નથી. એના બદલે Apple તેને 2027 ની પહેલા 6 મહિના સુધી ટાળી શકે છે. જોકે, iPhone 18 સિરિઝના બાકીના મોડેલ્સ જેમ કે iPhone 18 Pro, iPhone 18 Pro Max અને iPhone 18 Fold આગામી વર્ષે આવી શકે છે.

2026 ની લાઇનઅપ કેવી હોઈ શકે?

એક રિપોર્ટ મુજબ, Apple 2026 માં કુલ પાંચ નવા મોડેલ રજૂ કરી શકે છે:

iPhone 17e

iPhone 18 Pro

iPhone 18 Pro Max

iPhone Air 2

iPhone 18 Fold

આ રીતે, Apple પોતાના પ્રીમિયમ મોડેલ્સ પર વધુ ધ્યાન આપવાનું આયોજન કરી રહ્યું છે.

નિષ્ણાતોનું મંતવ્ય

આ પહેલીવાર નથી જ્યારે આવી કોઈ ખબર સામે આવી છે. જાણીતા વિશ્લેષક મિંગ-ચી કૂઓએ પણ iPhone 17ના લોન્ચ પહેલા આવી આગાહી કરી હતી. તેમનું માનવું છે કે Apple હવે પ્રીમિયમ મોડેલ્સને વધારે પ્રમોટ કરશે અને બેઝ મોડેલને 2027 સુધી ટાળશે.

 iPhone 18 નું બેઝ મોડેલ હવે 2027 સુધી નહીં આવે

iPhone 17 રહેશે લોકોની પસંદગી કારણ કે iPhone 18 નો બેઝ મોડેલ હવે 2027 સુધી નહીં આવે, તેથી 2026 દરમિયાન મોટાભાગના લોકો માટે અપગ્રેડ માટે iPhone 17 સિરિઝ જ મુખ્ય વિકલ્પ રહેશે. આમાં પહેલેથી જ મોટા અપગ્રેડ્સ આપવામાં આવ્યા છે, તેથી તે યૂઝર્સ વચ્ચે લોકપ્રિય રહેવાની પૂરી શક્યતા છે.

iPhone 18ના સંભવિત ફીચર્સ

જ્યારે પણ iPhone 18 લોન્ચ થશે, તેમાં Apple નો નવો A20 સિલિકોન ચિપ જોવા મળી શકે છે, જે iPhone 17માં આવેલા A19 ચિપ કરતા વધુ શક્તિશાળી હશે. ઉપરાંત, 18-મેગાપિક્સલ સેન્ટર સ્ટેજ કેમેરો પણ iPhone 18 સિરિઝમાં જારી રહી શકે છે, જેને સૌપ્રથમ iPhone 17 લાઇનઅપમાં રજૂ કરવામાં આવ્યો હતો.


  • Follow us on: