આજના ડિઝિટલ યુગમાં WhatsApp માત્ર ચેટિંગ કે સ્ટેટસ અપડેટ કરવાની વસ્તુ નથી રહી પરંતુ હવે આ કમાણીનુ એક મોટું પ્લેટફોર્મ બની ચૂક્યુ છે.જો તમે તેને સમજદારી થી ઉપયોગ કરો તો. દર મહિને હજારો નહીં પરંતુ લાખો રૂપિયા સુધી આવક મેળવી શકો છો. આવો જાણીએ આવી 5 સ્માર્ટ રીત જેનાથી WhatsApp તમારૂં ખિસ્સુ ભરી શકે છે.

WhatsApp Businessથી કરો ઓનલાઇન વેચાણ

જો તમારી પાસે કોઇ પ્રોડ્કટ અથવા સર્વિસ છે ભલે તે કપડાં, કે જ્વેલરી, હેન્ડમેડ સામાન અથવા ડિઝિટલ સર્વિસ તો તમે WhatsApp Business App દ્વારા પોતાની નાની ઓનલાઇન શોપ ઓપન કરી શકો છો. જેમાં કેટલોહ ફિચર મળે છે. જેમાં તમે તમારી પ્રોડક્ટની ફોટો,પ્રાઇઝ અને ડિટેલ્સ નાખી શકો છો. ગ્રાહક સીધા WhatsApp પર જ ઓર્ડર કરી શકશે. આમાં વગર વેબસાઇટે પણ તમે તમારો બિઝનેસ ચલાવી શકો છો.

Affiliate Marketingથી કમાવો કમિશન

Amazon, Flipkart અને Meesho જેવા પ્લેટફોર્મ પર આજકાર અફિલિએટ પ્રોગ્રામ વધુ લોકપ્રિય છે. જેમાં તમે તેમના પ્રોડક્ટના લિંક WhatsApp ગ્રુપ અથવા કોન્ટેક્ટ્સ મોકલો છો. જ્યારે કોઇ તે લિંક પરથી ખરીદે છે તો તમને કમિશન મળે છે. સાચું નેટવર્ક અને પ્રોડક્ટ પસંદગીથી તમે દર મહિને હજારો રૂપિયા કમાવી શકો છો.

Freelancing અને Promotionનો સરળ રસ્તો

જો તમે કોઇ ફ્રિલાન્સ સર્વિસ જેવા કન્ટેન્ટ રાઇટિંગ, ડિઝાઇનિંગ, માર્કેટિંગ અથવા સોશિયલ મીડિયા હેન્ડલિંગ પર કામ કરો છો.તો WhatsApp તમારાં માટે એક પ્રમોશનલ ટૂલ બની શકે છે. તમે તમારાં ગ્રુપ્સ, બ્રોડકાસ્ટ લિસ્ટ અથવા સ્ટેટસ દ્વારા પોતાના કામનુ પ્રચાર કરી શકો છો. અનેક ક્લાયન્ટ્સ WhatsApp પર સંપર્ક કરે છે જેનાથી ડીલિંગ ઝડપી અને ભરોસાપાત્ર હોય છે.

WhatsApp ચેનલથી બનાવો ઓડિયન્સ અને કમાણીનું સાધન

તાજેતરમાં લોન્ચ થયેલ WhatsApp Channels હવે કન્ટેન્ટ ક્રીએટર્સ અને ઇન્ફ્લુએન્સર્સ માટે એક સુંવાળો મોકો સાબિત થઈ રહ્યા છે. જો તમારી પાસે કોઈ ખાસ માહિતી કે કુશળતા છે. જેમ કે ટેક ન્યુઝ, મોટિવેશન, એજ્યુકેશન કે ફેશન. તો તમે તમારી પોતાની ચેનલ બનાવી શકો છો અને ઓડિયન્સ જોડવાના શરૂ કરી શકો છો. જેમ જેમ ફોલોઅર્સ વધશે, તેમ તેમ તમને બ્રાન્ડ પ્રમોશન, પેડ પાર્ટનરશિપ્સ અને એપિલિએટ લિંક્સ દ્વારા સારી કમાણી થવા લાગે છે.

કસ્ટમર સપોર્ટ અથવા સર્વિસ હેન્ડલિંગથી નોકરી જેવી આવક

અત્યારે અનેક નાના અને મોટા બિઝનેસો પોતાનો કસ્ટમર સપોર્ટ સિસ્ટમ WhatsApp પર શિફ્ટ કરી રહ્યા છે. જો તમારી પાસે સારી કમ્યુનિકેશન સ્કિલ છે તો તમે ઘરે બેઠા WhatsApp કસ્ટમર સપોર્ટ એજન્ટ તરીકે કામ કરી શકો છો. ઘણી કંપનીઓ આવી પાર્ટ-ટાઈમ નોકરીઓ આપે છે જેમાં તમને માત્ર ચેટ દ્વારા કસ્ટમરની મદદ કરવી હોય છે અને તેના બદલામાં તમને દર મહિને નિર્ધારિત પગાર કે ઇન્સેન્ટિવ મળતા હોય છે.