યૂટ્યુબ પર ક્રીએટર્સ માટે સબ્સ્ક્રાઇબર વધારવાનું માત્ર એક નંબર નથી, પણ તેમના સફર અને મહેનતનો પુરાવો પણ છે. આ જ કારણ છે કે YouTube તેના ટોપ ક્રીએટર્સને ખાસ પ્લે બટનથી સન્માનિત કરે છે. તેમાં સૌથી મોટો અને સૌથી મુશ્કેલથી મળતો એવોર્ડ છે Red Diamond Creator Award!
આ એવોર્ડ માત્ર એ ચેનલોને આપવામાં આવે છે, જેઓ 100 મિલિયન (10 કરોડ) સબ્સ્ક્રાઇબરનો આંકડો પાર કરે છે. આ એવોર્ડ YouTubeની દુનિયામાં સૌથી ઊંચું સ્થાન મેળવનાર ક્રીએટર્સને આપવામાં આવે છે. આજ સુધી બહુ જ ઓછા ક્રીએટર્સ આ સ્તર સુધી પહોંચી શક્યા છે, અને તેથી આ એવોર્ડ ખૂબ જ વિશિષ્ટ માનવામાં આવે છે.
Red Diamond Play Button કોણ મેળવી શકે?
આ એવોર્ડ મેળવવા માટે માત્ર 100 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ પૂરતા નથી. તેની સાથે નીચેના કેટલાક કડક નિયમોનું પણ પાલન જરૂરી છે
1. ચેનલ એક્ટિવ હોવી જોઈએ અને છેલ્લાં છ મહિનામાં ઓછામાં ઓછો એક વિડીયો અપલોડ થયેલો હોવું જોઈએ.
2. ચેનલ પર કોઈ Community Guidelines ઉલ્લંઘન એક્ટિવ ન હોવું જોઈએ.
3. કન્ટેન્ટ સંપૂર્ણ રીતે ઓરિજિનલ અને ઓથેન્ટિક હોવું જોઈએ – કોપી કે સ્પામ ન હોવો જોઈએ.
4. ચેનલ YouTubeની Terms of Service મુજબ હોવી જોઈએ.
6. ચેનલ કોઈ terminated (બંધ થયેલા) એકાઉન્ટ સાથે જોડાયેલું ન હોવું જોઈએ.
Red Diamond Button ની વિશેષતાઓ
આ એવોર્ડ Diamond Play Button થી પ્રેરિત છે, પણ તેમાં હીરા જેવી ચમક ધરાવતો, ગાઢ લાલ રંગનો મોટો ક્રિસ્ટલ હોય છે, જે પ્લે બટનના triangle આકારમાં હોય છે. તે silver-plated metal થી બનાવવામાં આવે છે. કારણકે 100 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ સુધી પહોંચવું લગભગ અશક્ય છે, તેથી આ એવોર્ડ ખૂબ ઓછા લોકો પાસે છે. આજ સુધી માત્ર 14 ક્રીએટર્સ જ YouTubeના Red Diamond Buttonના હકદાર બની શક્યા છે.