WhatsAppને Arrattai Messengerથી ટક્કર આપ્યા બાદ હવે Zoho Corp ડિઝિટલ પેમેન્ટની દુનિયામાં પગ રાખવા જઇ રહ્યો છે. કંપની જલ્દી જ Zoho Pay નામનું નવુ UPI બેઝ્ડ પેમેન્ટ એપ લોન્ચ કરવાની તૈયારીમાં છે. રિપોર્ટ્સ અનુસાર, Zoho Pay ભારતના ટોપ UPI પ્લેટફોર્મ PhonePe, Paytm અને Google Payને સીધો પડકાર આપશે. Zoho પહેલાંથી જ પોતાના બિઝનેસ પેમેન્ટ પ્લેટફોર્મ Zoho Business દ્વારા ડિઝિટલ ટ્રાન્ઝેક્શન સેવાઓ આપે છે. પરંતુ આ પહેલી વાર હશે કે જ્યારે કંપની સામાન્ય યુઝર્સ માટે કન્ઝ્યુમર પેમેન્ટ એપ્લિકેશન લઇને આવી રહી છે.
Zoho Pay એપ શું કરશે?
Zoho Pay એક સ્ટેન્ડઅલોન મોબાઇલ એપ્લિકેશન હશે, એટલે કે તેને અલગથી ડાઉનલોડ કરી શકાય છે. ખાસ વાત એ છે કે તેને Zohoના Arrattai Messenger સાથે ઇન્ટિગ્રેટ કરવામાં આવશે. એટલે કે યુઝર્સ એક જ એપમાં ચેટિંગ અને પેમેન્ટ બંને કરી શકશે. આ રીતે એપ WhatsApp જેવી ડ્યુઅલ ફંક્શનવાળી બનશે. જ્યાં વાતચીત પણ કરી શકાય અને ટ્રાન્ઝેક્શન પણ.
Arattai અને Zoho Payનું કોમ્બિનેશન બનશે ગેમચેન્જર
Zoho Payનું સૌથી મોટું હાઇલાઇટ એ છે કે તે Arattai Messengerમાં ઇન્ટિગ્રેટ રહેશે. એટલે કે યુઝર્સ ચેટ કરતાં કરતાં જ પૈસા મોકલી અથવા પ્રાપ્ત કરી શકશે. આ ફીચર હાલ WhatsAppમાં છે, પરંતુ Zoho તેને ભારતીય યુઝર્સ માટે વધુ લોકલાઇઝ્ડ રીતે રજૂ કરશે.
UPI માર્કેટમાં નવી હલચલ કરવાની તૈયારી
ભારતનું ડિજિટલ પેમેન્ટ નેટવર્ક વિશ્વનું સૌથી સક્રિય સિસ્ટમ માનવામાં આવે છે. દર મહિને અબજો ટ્રાન્ઝેક્શન UPI દ્વારા થાય છે. એવા સમયમાં Zoho Payની એન્ટ્રી માર્કેટમાં નવી હલચલ મચાવી શકે છે. Zoho પાસે પહેલેથી જ લાખો વફાદાર યુઝર્સ છે, જે તેની CRM અને બિઝનેસ ટૂલ્સનો ઉપયોગ કરે છે. આ વિશ્વાસ અને યુઝર બેઝ કંપની માટે મોટો ફાયદો સાબિત થઈ શકે છે.
લોન્ચ તારીખ અને ટેસ્ટિંગ અપડેટ
હાલમાં Zoho Pay એપ ક્લોઝ્ડ ટેસ્ટિંગ ફેઝમાં છે, એટલે કે તે મર્યાદિત યુઝર્સ વચ્ચે ટેસ્ટ થઈ રહી છે. કંપનીએ હજી સત્તાવાર લોન્ચ તારીખ જાહેર કરી નથી, પરંતુ આશા છે કે આવતા ક્વાર્ટરમાં iOS અને Android બંને પ્લેટફોર્મ પર એપ ઉપલબ્ધ થશે.
Zoho Payમાં મળનારા ફીચર્સ
Zoho Payમાં યુઝર્સને લગભગ બધા જ UPI ફીચર્સ મળશે.પૈસા મોકલવા અને મેળવવા,બિલ પેમેન્ટ, ટ્રાન્ઝેક્શન હિસ્ટરી ચેક કરવી, ઓટોમેટિક પેમેન્ટ સેટ કરવું. Zoho આ એપને સુરક્ષિત અને સરળ બનાવવા પર ફોકસ કરી રહ્યું છે જેથી યુઝર્સને કોઈ મુશ્કેલી ન પડે.