• જો બધા યુઝર્સ માટે ચાર્જની જાહેરાત કરવામાં આવે છે તો તેનાથી ઘણું બદલાઈ જશે
  • મસ્ક મોટાભાગના યુઝર્સ પાસેથી સબ્સ્ક્રિપ્શન ફી વસૂલવાનું પ્લાન કરી રહ્યા છે
  • કંપનીના કર્મચારીઓ સાથે તાજેતરમાં મળેલી બેઠકમાં આ વિચારની ચર્ચા કરવામાં આવી

ટ્વિટરને લઈને ઘણા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. અગાઉ એવા સમાચાર હતા કે બ્લુ ટિક યુઝરને ટ્વિટર પર ચાર્જ ચૂકવવો પડશે. હવે વધુ એક નવા સમાચાર આવી રહ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે તમામ યુઝર્સને ટ્વિટર એક્સેસ કરવા માટે પૈસા ચૂકવવા પડશે.

એલન મસ્કે તાજેતરના સમયમાં ઘણા નિર્ણયો લીધા છે. પરંતુ જો બધા યુઝર્સ માટે ચાર્જની જાહેરાત કરવામાં આવે છે તો તેનાથી ઘણું બદલાઈ જશે. Platformerના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મસ્ક મોટાભાગના યુઝર્સ પાસેથી સબ્સ્ક્રિપ્શન ફી વસૂલવાનું પ્લાન કરી રહ્યા છે.

[[$googlead]]

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોટાભાગના અથવા તમામ યુઝર્સને ટ્વિટરનો ઉપયોગ કરવા માટે પૈસા ચૂકવવા પડી શકે છે. જ્યારે ટ્વિટર બ્લુ માટે યુઝર્સને અલગથી સબસ્ક્રિપ્શન ફી ચૂકવવી પડશે. ટ્વિટર બ્લુ સાથે યુઝર્સને બ્લુ ટિક અને અન્ય વધારાના ફીચર્સ આપવામાં આવશે.

[[$alsoread]]

બેઠકમાં આયોજન અંગે ચર્ચા કરવામાં આવીઃ સૂત્રો

કંપનીના કર્મચારીઓ સાથે તાજેતરમાં મળેલી બેઠકમાં આ વિચારની ચર્ચા કરવામાં આવી છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે યુઝર્સ એક મહિનામાં મર્યાદિત સમય માટે જ ટ્વિટરનો ઉપયોગ કરી શકશે. મર્યાદિત સમય સમાપ્ત થયા પછી યુઝર્સે કંપનીનો પ્લાન લેવો પડશે.

આ પ્લાન લીધા પછી જ યુઝર્સ ટ્વિટરનો ઉપયોગ કરી શકશે. આ યોજના ક્યારે અમલમાં આવશે તે અત્યારે સ્પષ્ટ નથી. મસ્કે આ અંગે જાહેરમાં કશું કહ્યું નથી. હાલમાં ટ્વિટરના એન્જિનિયર્સ બ્લુ સબસ્ક્રિપ્શન પર કામ કરી રહ્યા છે. આ કારણે જો પ્લેટફોર્મ તમામ યુઝર્સ પાસેથી પૈસા લેવાનું વિચારી રહ્યું છે તો તે અત્યારે નહીં થાય.

આપને જણાવી દઈએ કે મસ્કે તાજેતરમાં જ ઘણા દેશોમાં ટ્વિટર બ્લુ સબસ્ક્રિપ્શન બહાર પાડ્યું છે. જો કે તે હજી સુધી તમામ યુઝર્સ માટે રજૂ કરવામાં આવ્યું નથી. પરંતુ મસ્કે એ પણ સ્પષ્ટતા કરી છે કે તે એક મહિના કરતાં ઓછા સમયમાં તમામ યુઝર્સ માટે રજૂ કરવામાં આવશે.

  • Follow us on: