• શ્રીનાથજી મંદિરમાંથી 5G સર્વિસ અને Jio True 5G આધારિત Wi-Fi સેવા શરૂ
  • Jioએ રાજસ્થાનમાં રાજસમંદ અને ચેન્નાઈમાં તેની સેવા શરૂ કરી
  • અગાઉ દિલ્હી, મુંબઈ, કોલકાતા અને વારાણસીમાં તેની 5G સર્વિસ શરૂ કરી

Jio એ તેની 5G સર્વિસનું વિસ્તરણ કરતી વખતે Jioએ રાજસ્થાનમાં રાજસમંદ અને ચેન્નાઈમાં તેની સેવા શરૂ કરી છે. Jioના ચેરમેન આકાશ અંબાણીએ નાથદ્વારા સ્થિત શ્રીનાથજી મંદિરમાંથી 5G સર્વિસ અને Jio True 5G આધારિત Wi-Fi સેવા શરૂ કરી છે. આ સાથે કુલ 6 શહેરોમાં Jio 5G સેવા શરૂ થઈ ગઈ છે.

અગાઉ Jio એ દિલ્હી, મુંબઈ, કોલકાતા અને વારાણસીમાં તેની 5G સર્વિસ શરૂ કરી છે. હવે Jio True 5G સર્વિસ 6 શહેરોમાં ઉપલબ્ધ છે. Jio એક્ઝિક્યુટિવે આ વિશે પહેલા જ માહિતી આપી દીધી હતી. આકાશ અંબાણીએ નાથદ્વારા સ્થિત શ્રીનાથજી મંદિરમાં Jio True 5G અને Jio True 5G સંચાલિત Wi-Fi સેવા શરૂઆત કરી.

આ શહેરોમાં રહેતા યુઝર્સને પણ Jioની વેલકમ ઓફરનો લાભ મળશે. Jioની 5G સર્વિસ આખા શહેરમાં ઉપલબ્ધ નથી. તેના બદલે સર્વિસનો તબક્કાવાર વિસ્તાર કરવામાં આવશે.

થોડા દિવસ પહેલા મુકેશ અંબાણી મંદિર ગયા હતા

થોડા દિવસ પહેલા RILના ચેરમેન મુકેશ અંબાણી પણ શ્રીનાથજી મંદિરના દર્શન કરવા ગયા હતા. ત્યારબાદ તેમણે રાજ્યમાં 5G સર્વિસ શરૂ કરવાનું વચન આપ્યું હતું. વર્ષ 2015માં Jio 4G લોન્ચ થયા પહેલા મુકેશ અંબાણી શ્રીનાથજી મંદિરના દર્શન કરવા ગયા હતા.

ભારતમાં ઓક્ટોબરમાં 5G સર્વિસ શરૂ થઈ હતી. Jio અને Airtel બંનેએ ભારતમાં તેમની 5G સર્વિસ શરૂ કરી છે. Jio True 5G સેવા હવે દિલ્હી, મુંબઈ, કોલકાતા અને વારાણસીમાં ચેન્નાઈ અને રાજસ્થાનમાં રાજસમંદમાં શરૂ કરવામાં આવી છે. યુઝર્સ 5G નેટવર્ક પર 1Gbps સુધીની ઝડપનો અનુભવ કરી શકે છે.

Jio વેલકમ ઓફર આપી રહ્યું છે

તો એરટેલે 8 શહેરોમાં તેની સેવા શરૂ કરી છે. જો કે આ સેવાઓ હજુ આખા શહેરમાં ઉપલબ્ધ નથી. તેના બદલે તેઓ ફક્ત અમુક સ્થળો પર જ લાઇવ કરવામાં આવ્યા છે. જો તમે આ શહેરોમાં રહો છો અને તમારી પાસે 5G સ્માર્ટફોન છે, તો શક્ય છે કે તમે 5G સેવાનો અનુભવ કરી શકો.

જો કે અત્યારે 5G રિચાર્જ પ્લાનની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ Jio તેના યુઝર્સને Jio વેલકમ ઑફર આપી રહ્યું છે. આ ઓફર હેઠળ યુઝર્સને અનલિમિટેડ 5G ડેટા એક્સેસ કરવાની તક મળશે. વેલકમ ઑફ ઇન્વાઇટ આધારિત છે અને માત્ર પસંદગીના યુઝર્સને જ તેની ઍક્સેસ મળી રહી છે. યુઝર્સ My Jio એપ પર જઇને Jio Welcome Offer માટે રજીસ્ટર કરી શકે છે. 

  • Follow us on: