Whatsapp યુઝર્સ માટે એક ખુબજ સારા સમાચાર સામે આવ્યા છે. જો તમે Whatsapp વાપરો છો તો તમે આ સમાચાર વાંચીને તમે ચોક્કસથી ખુશ થઈ જશો. હવે તમને વોટ્સએપ Whatsappમાં પર ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવી એક કામની સુવિધા મળવાની છે. તો શું છે Whatsappના આ નવા ફીચરમાં કેવી રીતે મળશે રાહત આવો જાણીએ.


વોટ્સએપમાં પણ લોગ આઉટની સુવિધા

ઘણી વખત આપણને જ્યારે કંટાળો આવો હોય છે ત્યારે આપણે જેવી રીતે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક લોગ આઉટ કરી દેતા હતા બસ એવીજ રીતે હવે થોડા સમયમાં Whatsappમાં પણ લોગ આઉટ કરવાની સુવિધા ઉપલબ્ધ થવાની છે. હવે તમે જ્યારે પણ કંટાળો કે પછી વ્યસ્ત થઈ જાઓ છો તો તમે એક ક્લિક કરીને વોટ્સએપમાંથી લોગ આઉટ કરી શકશો, જેથી હવે ઘણી રાહત પણ મળશે.

ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવી સુવિધા

આ પહેલા આ સુવિધા ખાલી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પુરતીજ સીમિત હતી, પરંતુ હવે નવા ફીચર મુજબ ટૂંક સમયમાં વોટ્સએપમાં પણ લોગ આઉટ કરવાની સુવિધા ઉપલબ્ધ થશે. આ સુવિધા બિલકુલ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવીજ હશે.પહેલા આપણે બસ એપ ડિલીટ કરી શકતા હતા અથવા એકાઉન્ટ ડિએક્ટિવેટ કરવું પડતું હતું. પરંતુ હવે આ નવી લોગઆઉટ સુવિધા કામને સરળ બનાવશે.

આ સુવિધાના ફાયદા શું છે?

હવે કોઈપણ ડિવાઇસમાં જો ક્યારેક તમારું Whatsapp લોગ ઇન રહી ગયું હોય તો તમે એકદમ સરળતાથી તમારા ફોનથી લોગ આઉટ કરીને તમારી ચેટ્સને સુરક્ષિત રાખી શકો છો.હવે તમે જાણી શકશો કે તમારું એકાઉન્ટ કયા લોગ ઇન છે અને તેમાંથી લોગ આઉટ પણ કરી શકો છો.આ સુવિધા હાલમાં બીટા વર્ઝનમાં પરીક્ષણ કરવામાં આવી રહી છે અને ખૂબ જ ટૂંક સમયમાં તે Android અને iOS બંને વપરાશકર્તાઓ માટે લોન્ચ કરવામાં આવશે.

  • Follow us on: