- સો.મીડિયામાં વીડિયો ફોટો ઓટો ડાઉનલોડ સેટિંગ બંધ કરો
- ફોનનું ડિફોલ્ટ ફ્રી અપ સ્પેસનું સેક્શન યૂઝ કરો
- અનવોન્ટેડ ફાઈલ્સ, વીડિયો-ફોટો ડિલિટ કરો
આજકાલ સૌ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સતત અપડેટ્સ ચેક કરતા રહે છે. આ સમયે અનેક ફોટો અને વીડિયો પણ કેપ્ચર કરે છે અને તેના કારણે સ્ટોરેજનો ઈશ્યૂ પણ આવે છે. જો તમને પણ આ પ્રકારની સમસ્યા આવે છે તો તો તમારે એલર્ટ થવાની જરૂર છે. તમારા ફોનમાં જો સ્ટોરેજ ફૂલનો મેસેજ આવે છે તો તમારે સિમ્પલ ટ્રિક્સને ફોલો કરી લેવાની જરૂર છે. તો જાણો શું છે સરળ ટિપ્સ.
Free Up Space સેક્શન
જો તમે એન્ડ્રોઈડ યૂઝર છો તો તમારા ફોનમાં ડિફોલ્ટ ફ્રી અપ સ્પેસનું ઓપ્શન મળે છે. જ્યારે સ્ટોરેજ ફૂલ હોય છે તો સૌથી પહેલા ફ્રી અપ સ્પેસમાં જાઓ અને સ્ટોરેજ બનાવો. આ પછી ફોનથી અનયુઝ્ડ એપ્સ ડિલિટ કરો. તેમાં એ એપ્સ આવે છે જે ફોનમાં ઉપયોગમાં લેવાતા નથી અને તે ફક્ત જગ્યા રોકે છે. એવામાં આ એપ્સને ડિલિટ કરવાનું જરૂરી છે. ફોનમાં કેટલાક એપ્સ ડિફોલ્ટ રૂપમાં હોય છે તમે તેને પણ ફોનમાંથી હટાવી શકો છો.
કેવી રીતે કરશો સ્ટોરેજ ક્લીન
ફોનના સ્ટોરેજને ક્લીન કરવા માટે તમે ફોનના સેટિંગ્સ ઓપ્શનમાં જાઓ. તમે સ્ટોરેજ ઓપ્શન પર ક્લિક કરો. અહીં તમને તમામ કેટેગરી, તમામ અનવોન્ટેડ ફાઈલ્સ, વીડિયો અને ગીતોને ડિલિટ કરવાનું કહેવામાં આવશે. આ કર્યા બાદ તમારો ફોન મોટાભાગે ક્લીયર થઈ જશે.
સોશિયલ મીડિયા
વીડિયો- ફોટો પણ ફોનમાં ઘણી જગ્યા રોકે છે. આ સિવાય તમે એક ચીજ વધુ કરી શકો છો કે જે ફોટો વીડિયોને ઈન્સ્ટાગ્રામ, ફેસબુક કે અન્ય કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરી ચૂક્યા છે તેને ડિલિટ કરો. આ ફોટો- વીડિયો તમારા એકાઉન્ટ પર સોશિયલ મીડિયામાં ત્યાં સુધી રહે છે જ્યાં સુધી તમે તેમને હટાવતા નથી. સોશિયલ મીડિયાની ફાઈલ્સમાં ઓટો ડાઉનલોડ બંધ કરો. અનેકવાર ઈન્સ્ટા સ્ટોરી અને વીડિયોમાં ઓટો ડાઉનલોડ સેટિંગ ઈનેબલ છે તો તેને ડિસેબલ કરો. આનાથી તમારા ફોનના સ્ટોરેજને મેનેજ કરવામાં રાહત મળશે.