- કોમ્પ્રેસર પર નેગેટિવ અસર મળશે જોવા
- જલ્દી આવશે કૂલિંગના પ્રભાવમાં ખામી
- ઈલેક્ટ્રોનિક સર્કિટના પ્રભાવથી શોર્ટ સર્કિટ વધી શકે
જુલાઈ મહિનો સામાન્ય રીતે વરસાદની સીઝન માનવામાં આવે છે. પરંતુ હાલમાં દેશમાં કેટલાક ભાગમાં મેઘો મહેરબાન છે તો ક્યાંક ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ક્યારેક છૂટાછવાયા વરસાદના કારણે ભેજ જોવા મળે છે. આ સમયે લોકો વારેઘડી એસીને ચાલુ બંધ કરતા રહે છે. પરંતુ તેઓ એ વાતથી અજાણ છે કે આ આદત તેમને માટે નુકસાનદાયી બની શકે છે. તો જાણો તમને શું નુકસાન થઈ શકે છે.
એસી પર વધે છે લોડ
એસીને વારેઘડી ચાલુ બંધ કરવાથી તેના પાર્ટ્સ પર લોડ વધે છે. આવું અનેક દિવસો સુધી રહેશે તો એસી પણ જલ્દી ખરાબ થશે. તેના કારણે તમારું એસી રિપેર કરનારા મિકેનિકને બોલાવવાની જરૂર વધારે રહેશે. એટલું જ નહીં તેના અનેક પાર્ટ્સ પણ બદલાવવાના રહેશે. તો તમારા ખિસ્સા પર બોજ વધશે.
વીજળીનું બિલ પણ વધશે
તમે જ્યારે વારંવાર એસીને ચાલુ બંધ કરો છો તો એસીને ઠંડું કરવા માટે વધારે ઉર્જાની જરૂર પડે છે. તેનાથી વીજળીનો વપરાશ વધુ થાય છે અને બિલની રકમમાં પણ વધારો થાય છે.
કોમ્પ્રેસર પર નેગેટિવ અસર
વારેઘડી એસીને ચાલુ અને બંધ કરવાના કારણે તેના કોમ્પ્રેસર પર અને અન્ય ભાગ પર વધારે દબાણ આવે છે. તેનાથી તેની ઉંમર પણ ઘટે છે અને મેન્ટેનન્સનો ખર્ચ વધે છે.
કૂલિંગના પ્રભાવમાં ખામી
એસીને વારેઘડી ચાલુ અને બંધ કરવાથી રૂમનું ટેમ્પ્રેચર સ્થિર રહી શકતું નથી. તેનાથી કૂલિંગની પ્રભાવશીલતા ઘટી શકે છે. વારેઘડી એસીને ચાલુ અને બંધ કરવાથી વધારે અવાજ અને કંપન સર્જાય છે. તેનાથી શાંતિ ભંગ પણ થઈ શકે છે.
ઈલેક્ટ્રોનિક સર્કિટ પર પ્રભાવ
વારે ઘડી સ્વિચિંગ કરવાથી ઈલેક્ટ્રોનિક સર્કિટનો પ્રભાવ પણ મુશ્કેલીમાં આવે છે અને સાથે જ શોર્ટ સર્કિટની શક્યતાઓ વધે છે. એસીને વારેઘડી બંધ અને ચાલુ કરવાનું ટાળો અને તેને સ્થિર ટેમ્પ્રેચર પર સેટ કરવાની કોશિશ કરો. તેનાથી વીજળી ઓછી વપરાશે અને સાથે એસી પણ લાંબો સમય ચાલશે.