ભારતમાં સ્ટારલિંક ઈન્ટરનેટની સુવિધા મળશે. કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ વાત કહી હતી. સ્ટારલિંક દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ એલન મસ્કની ટેલિકોમ કંપની છે. સ્ટારલિંક સેટેલાઈટના માધ્યમથી ઈન્ટરનેટ સેવા પ્રદાન કરે છે. સિંધિયાએ જણાવ્યું હતું કે ટુંક સમયમાં સ્ટારલિંક પોતાની ઈન્ટરનેટ સેવા ભારતમાં શરૂ કરશે. સેટેલાઈટ ઈન્ટરનેટને ટેલિ કમ્યૂનિકેશનમાં એક વધારે ગુલદસ્તો બતાવીને સિંધિયાએ ભારતની કનેક્ટિવીટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધી રહેલી ડાયવર્સિટી પર વાત કરી હતી. 


સિંધિયાએ જણાવ્યું હતું કે મોબાઈલ અને ઓપ્ટિકલ ફાઈબર કનેક્ટિવીટી સિવાય પણ સેટેલાઈટ કનેક્ટિવિટી એક મહત્વનો ભાગ ભજવે છે. ખાસ કરીને દુરના અને દુર્ગમ ક્ષેત્રોમાં જ્યાં ફિઝીકલ રૂપથી કેબલ કનેક્શન પહોંચાડવું અશક્ય છે. મંત્રીએ જણાવ્યું હતું કે સ્ટારલિંકને બ્રોડ બેન્ડ સેવાઓ માટે ત્રીજુ લાયસન્સ મળશે. તેમણે કહ્યું કે દેશમાં આ સેવા જલ્દી શરૂ થઈ જશે. 

આ મહીને મળી જશે લાયસન્સ 

એક વરિષ્ઠ અધિકારીએ મની કન્ટ્રોલને જણાવ્યું હતું કે 7 મેના રોજ આશય પત્ર મળ્યા બાદ સ્ટારલિંકને 7 જૂન સુધી પોતાની જરૂરિયાતો પુરી કરવા માટે સમય આપવામાં આવ્યો છે. કંપનીએ પહલેથી જ પ્રમુખ સુરક્ષા સબંધી દસ્તાવેજ જમા કરી દીધા છે અને નવી લાયસન્સ શરતોને પુરી કરવા માટે અંડરટેકિંગ્સ પ્રદાન કરવામાં આવ્યું છે. અધિકારીોએ કહ્યું કે તેમને આ મહિનાની અંદર લાયસન્સ મળી જશે. 





  • Follow us on: