- ગાડીના એન્જિન ફેલ થઈ જવાની ઘટનાઓમાં વધારો
- એન્જિનમાં પાણી જવાના કારણે ગાડીને નુકશાન
- ગાડીના એન્જિનને ડેમેજ થવાથી બચાવી શકાય
હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ છવાયેલો છે. આવી સ્થિતિમાં ગાડીના એન્જિન ફેલ થઈ જવાની ઘટનાઓ વધારે જોવા મળતી હોય છે. ત્યારે એન્જિનમાં પાણી જવાના કારણે ગાડીને વધારે નુકશાન પહોંચે છે. જેને કારણે ગાડી બંધ પણ થઈ શકે છે. ગાડીના એન્જિનમાં જો પાણી જતું રહે તો તે તમારી ગાડીમાં ખૂબ જ નુકશાન પહોંચાડી શકે છે. જો તમારી ગાડી પાણીમાં ડૂબી જાય છે તો તેનું એન્જિન ફેલ થઈ જાય છે. પરંતુ તમે તમારી ગાડીના એન્જિનને ડેમેજ થવાથી બચાવી શકો છો.
ગાડીના એન્જિનને ડેમેજ થવાથી રોકવા શું કરવું?
જો તમારી ગાડી સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગઈ હોય તો એન્જિનને નુકસાન થવાની સંભાવના વધારે છે. તમારી ગાડી જેટલો લાંબો સમય પાણીમાં રહેશે તેટલી જ એન્જિનને નુકસાન થવાની શક્યતા વધારે છે. સાથે જ એ પણ જાણવું જરૂરી છે કે, ગંદુ અથવા ખારું પાણી સ્વચ્છ પાણી કરતાં એન્જિનને વધુ નુકસાન પહોંચાડી શકે છે. જે વિવિધ ગાડીના એન્જિન પાણી પ્રત્યે અલગ-અલગ સંવેદનશીલ હોય છે. જો એન્જિનના ઈલેક્ટ્રોનિક્સમાં પાણી આવી ગયું હોય, તો એન્જિનને વધુ નુકસાન થઈ શકે છે.
પાણીના કારણે શું સમસ્યા થઈ શકે છે?
પાણીમાં રહેલા ખનીજ અને રસાયણો એન્જિનના આંતરિક ભાગોને કાટ લાગી શકે છે. પાણીથી શોર્ટ સર્કિટ ઇલેક્ટ્રોનિક્સને નુકસાન પહોંચાડી શકે છે. સાથે જ પાણી એન્જિન ઓઇલને પાતળું કરી શકે છે અને લ્યુબ્રિકેશન સિસ્ટમને નુકસાન પહોંચાડી શકે છે. જો પાણી સિલિન્ડરમાં જાય તો એન્જિનને ગંભીર નુકસાન થઈ શકે છે.
વરસાદમાં શું ધ્યાન રાખવાની જરૂર છે?
જો તમને ખબર હોય કે કોઈ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની શક્યતા છે, તો તેમાંથી પસાર થવાનું ટાળો. જો તમારે પાણી ભરાયેલા વિસ્તારમાંથી પસાર થવાનું હોય તો ધીમેથી વાહન ચલાવો. જો તમને પાણીની ઊંડાઈ ખબર નથી, તો તેમાંથી પસાર થવાનો પ્રયાસ કરશો નહીં. ખાતરી કરો કે તમારી કારનો વીમો પૂર અથવા પાણી ભરાવાને કારણે થતા નુકસાનને આવરી લે છે. સાથે જ જો તમારી કાર પાણીમાં ડૂબી ગઈ હોય, તો તેને જાતે ઠીક કરવાનો પ્રયાસ કરશો નહીં. મિકેનિકનો સંપર્ક કરો.